મધ્યપ્રદેશની ૨૫ વર્ષની રૂબીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં આઠ સ્પર્ધકોથી પાછળ રહેતી હતી પરંતુ છેલ્લે છેલ્લે જોરદાર દેખાવ કરીને મેડલ રાઉન્ડમાં પહોંચી
નવી દિલ્હી તા.૧
એક પેરિસ ખાત પેરાલિમ્પિક ચેમ્પિયનશિપમાં શૂટિંગ સ્પર્ધામાં દેશના શુટરો દ્વારા જોરદાર દેખાવ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. શનિવારે મહિલા એર પિસ્તોલના એસએચ વન વિભાગમાં ભારતની રૂબીના ફ્રાન્સીસ એ આઠ સ્પર્ધકો વચ્ચે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો અને આ રીતે શૂટિંગમાં ભારતને આ ચોથો મેડલ મળ્યો છે. અગાઉ કવોલીફીકેશન રાઉન્ડમાં રૂબીના સાતમા સ્થાને રહીને ફાઇનલ માટે કબોલીફાઈ થઈ હતી. પેરિસ ખાતે શૂટિંગમાં આ રીતે ભારત અન ચોથો મેડલ મળ્યો છે અને અત્યાર સુધીમાં કુલ પાંચ મેડલ મળ્યા છે. શુક્રવારે મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભારતની અવની લેખારાએ ઇતિહાસ સર્જી દીધો હતો અને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ રીતે તેણે પોતાનો ગોલ્ડ મેડલ જાળવ્યો છે અગાઉ આપેલા ટોકિયો પેરાલિમ્પિકમાં પણ અવની એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી પુરૂષોની ૧૦ મીટર એલ પિસ્તોલ સ્પર્ધામાં એસ વન શ્રેણીમાં ભારતના મનીષ નારવાલે સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાયું હતું. મધ્યપ્રદેશથી આવતી ૨૫ વર્ષની રૂબીના શરૂઆતના કવાલીફીકેશન રાઉન્ડમાં આઠ સ્પર્ધકોથી પાછળ રહે પણ છેલ્લે છેલ્લે તેને જોરદાર દેખાવ કરીને ઝડપ બતાવી હતી અને મેડલના રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. પેરિસ ચેમ્પિયનશિપ માટે રૂબીનાને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી પણ એ ખરા અર્થમાં ડાર્ક હોર્સ પુરવાર થઈ છે. જોકે બીજી વખત પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહેલા સ્વરૂપ ઉન્હલ કરે પુરૂષોના ૧૦ મીટર રાઇફલ વિભાગમાં નબળો દેખાવ કર્યો હતો અને ૧૪માં સ્થાને રહ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ટોકિયો ખાતે સ્વરૂપ સહેજમાં બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો હતો પરંતુ અહીં તેનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો.