(એજન્સી) તા.૪
કોપન હેગનતા ચાર ડેનમાર્ક ની રાજધાની કોપન હેગનમાં ગાજા ઉપરના ઇઝરાયેલી આક્રમણનો વિરોધ કરી રહેલી અને દેખાવો કરી રહેલી વિખ્યાત સામાજિક કાર્યકર ગ્રેટા થુનબર્ગની પોલીસે ધરપકડ કરી હતી. એક વિદ્યાર્થી જૂથ દ્વારા વિરોધ દેખાવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોપર હેગન યુનિવર્સિટી પાસે ૨૦ જેટલા લોકોએ બિલ્ડીંગના મુખ્ય પ્રવેશ દ્વારને આડે ઊભા રહીને રસ્તો રોકી લીધો હતો અને ત્રણ દેખાવ કરો અંદર ઘૂસી ગયા હતા ત્યારે પોલીસે છ લોકોની ધરપકડ કરી હતી કોપન હેગન યુનિવર્સિટી દ્વારા ઇઝરાયેલ ની સંસ્થાઓ સાથે સંપર્ક કાપી નાખવામાં આવ્યો નથી તેનો આ વિદ્યાર્થી જૂથો વિરોધ કરી રહ્યા હતા ત્યારે સ્વીડનડી જાણીતી પર્યાવરણ સામાજિક ચળવળ કર ગ્રેટાની પણ પોલીસે ધરપકડ કરી દીધી હતી. પોલીસે જોકે તેનું નામ આપ્યું નથી પરંતુ વિદ્યાર્થીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રેટાની પણ અટકાયત કરી લેવામાં આવી છે તેને હાથ કડી પણ પહેરાવવામાં આવી હોવાની તસવીરો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.