
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
ઈસ્લામી શિક્ષાનુસાર મનુષ્ય ઉપર નિર્ધારિત થતા અધિકાર ફક્ત માનવજાતિ સુધી જ સીમિત નથી, પરંતુ તેની સીમા સમગ્ર વિશ્વ તથા સૃષ્ટિ સુધી ફેલાયેલી છે. ઈસ્લામી આસ્થા અનુસાર આ સમગ્ર સંસારના રચયિતા એક અલ્લાહ છે અને આ સંસારમાં જોવા મળતી તમામ વસ્તુઓની રચના તેણે જ કરી છે. આ જ કારણે આ માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડ તે જ રચના કરનાર અને સર્જનહારના કુટુંબી છે. એક કુટુંબી હોવાના નામે મનુષ્યનું આ કર્તવ્ય છે કે તે માનવજાતિના અધિકારોના નિર્વાહની સાથે આ સંસારમાં રહેલી તમામ સૃષ્ટિઓના અધિકારોને પણ પૂર્ણ કરે. ઈસ્લામી શિક્ષાનુસાર અલ્લાહે પોતાની તમામ સૃષ્ટિઓ પર મનુષ્યને એક શ્રેષ્ઠતા તથા વરિષ્ઠતા પ્રદાન કરી છે. આ જ કારણે મનુષ્ય પોતાની શક્તિઓના પ્રયોગ દ્વારા સંસારની તમામ સૃષ્ટિઓને પોતાને આધીન બનાવે છે. તેઓની પાસેથી કાર્ય લે છે તથા તેનાથી લાભ મેળવે છે. શ્રેષ્ઠ સૃષ્ટિ હોવાને કારણે તેને એવું કરવાનો પર્ણ અધિકાર પ્રાપ્ત છે. પરંતુ આની ઉપરાંત તે તમામ સૃષ્ટિઓ તથા સંરચનાઓના અધિકાર પણ મનુષ્ય ઉપર બને છે, જેનાથી જીવનમાં તેનો નાતો પડે છે. તે અધિકાર આ છે કે તેની સાથે યોગ્ય તથા સારો વ્યવહાર કરવામાં આવે. તેમની શક્તિ કરતા વધારે તેઓની પાસેથી કોઈ કાર્ય લેવામાં ન આવે. જો સૃષ્ટિ અને તેની રચના જે કાર્ય માટે પેદા કરવામાં આવી છે તેમની પાસેથી તે કાર્ય લેવામાં આવે. તેઓને બિનજરૂરી રીતે કષ્ટ તથા ક્ષતિ પહોંચાડવામાં ન આવે તેમજ તેની પ્રજાતિને વધાવવાથી રોકવામાં ન આવે. આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓમાં ઘણા બધા દિશા-નિર્દેશ વર્ણવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે પશુઓને ફક્ત તેમની ક્ષતિથી બચવા માટે તથા ભોજનની પ્રાપ્તિ માટે મારવાની પરવાનગી આપવામાં આવી છે અને બિનજરૂરી રીતે તથા ફક્ત મનોરંજન માટે તેમની હત્યા કરવાથી અટકાવવામાં આવ્યા છે. ઈસ્લામમાં પશુઓને કષ્ટ પહોંચાડીને તથા નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરતાં રોકવામાં આવ્યા છે. ઈસ્લામી શિક્ષાઓ ઝેરી જાનવરો તથા જંગલી પશુઓને પણ ફક્ત એવી પરિસ્થિતિઓમાં મારવાની પરવાનગી આપી છે. જેનાથી માનવ જીવનને હાનિ પહોંચતી હોય, પરંતુ તેમને પણ યાતના આપીને મારવા યોગ્ય નથી. જે જાનવરો યાત્રા તથા સામાનનું પરિવહન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેઓને ભૂખ્યા રાખવા, તેમની પાસેથી કઠિન તથા તેઓની શક્તિ કરતા વધારે કાર્ય કરાવવું અને તેમને નિર્દયતાપૂર્વક ઢોરમાર મારવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ પશુને કોઈપણ પ્રકારના કારણ વિના બંદી (કેદી) બનાવવાના કાર્યને અયોગ્ય બતાવવામાં આવ્યું છે. જીવજંતુઓ, પશુઓ તથા પક્ષીઓ ઉપરાંત ઈસ્લામ વૃક્ષો, ફૂલ-પાંદડા તથા તે નિર્જીવ વસ્તુઓના અધિકારોનું પણ નિર્ધારણ કરે છે, જે માનવ જીવનનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. ઈસ્લામની નજીક આ વાત પણ અપ્રિય છે કે વૃક્ષો તથા ફૂલ-પાંદડાને બિનજરૂરી રીતે ક્ષતિ પહોંચાડવામાં આવે. ઈસ્લામ ફળ-ફૂલનો પ્રયોગ કરવાની અનુમતિ આપે છે, પરંતુ તેમનો વિનાશ કરવાનો અધિકાર આપતો નથી. ઈસ્લામી શિક્ષાનુસાર કોઈપણ જીવિત અને અજીવિત વસ્તુનો ન્યાયપૂર્વક પ્રયોગ ન કરવો, બિનજરૂરી રીતે તેમને નષ્ટ કરવા તેમના અધિકારોનું હનન છે અને ઈસ્લામી શિક્ષાઓ આની પરવાનગી મનુષ્યને આપતો નથી.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)