ભારતીય ખેલાડીઓએ સાત ગોલ્ડ મેડલ તથા નવ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ દેશની તિજોરીમાં નાખ્યા, પેરાલિમ્પિકમાં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ
પેરિસ, તા.૮
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના દિવ્યાંગ રમતવીરોએ દેશનું નામ અભૂતપૂર્વ રીતે રોશન કર્યું છે અને સાત ગોલ્ડ મેડલ સહિત ૨૯ ચંદ્રક જીતીને ઇતિહાસનું આલેખન કર્યું છે અત્યાર સુધીનો ભારતીય દિવ્યાંગોનો પેરાલિમ્પિકમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. ભારતીય દિવ્યાંગ જાંબાઝ રમતવીરોએ કુલ સાત ગોલ્ડ મેડલ તેમજ નવ રજત ચંદ્રક અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા અને અત્યાર સુધીનો સૌથી ઉત્તમ દેખાવ છે અને મેડલ જીતવાની યાદીમાં ભારતનું સ્થાન ૧૮મુ રહ્યું છે. આ રીતે પેરિસમાં પેરાલિમ્પિક ૨૦૨૪માં ભારતીય દિવ્યાંગ ખેલાડીઓનો અભૂતપૂર્વ અને શાનદાર દેખાવ રહ્યો છે અને ભારતની શાન વધારી છે. આ રીતે પેરા રમતગમતમાં અગાઉના તમામ રેકોર્ડ તોડીને ભારતીય રમતવીરોએ અને ભારતના કાપલાય એક શક્તિશાળી રમતવીર દળ તરીકે ઉભરી આવી દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતનો ૨૯મો અને છેલ્લો મેડલ નવદીપ સિંઘે ભાલા ફેંકમાં અપાયો હતો. નવદીપ સિંઘે ૪૭.૩૨ મીટર સુધીનું અંતર કાપીને સિલ્વર મેડલ જીતી લીધો હતો અને ચીનના હરીફને હરાવ્યો હતો. જો કે એ પછી ઈરાનનો બૈત સાધેગ નામનો ખેલાડી ગેરલાયક જાહેર થતાં નવદીપ નો મેડલ અપગ્રેડ કરાયો હતો અને તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો અને ચીનના ખેલાડીને સિલ્વર મળ્યો હતો. એ જ રીતે મહિલાઓની ૨૦૦ મીટર સ્પર્ધામાં ભારતની સિમરન શર્માએ પ્રોન્સ મેડલ મેળવ્યો હતો તેણે ૨૪.૭૫ સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. ૧૦૦ મીટરમાં પાછળ રહી ગયા બાદ આ રીતે સીમરન શર્માએ જોરદાર પુનરાગમન કર્યું હતું. ભારતને પેરાલિમ્પિકમાં સૌથી વધુ ટ્રેક એન્ડ ફિલ્ડમાં દિવ્યાંગ રમતવીરોએ ચંદ્ર કપાવ્યા છે ભારતને આ વિભાગમાં ચાર ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૭ ચંદ્રક મળ્યા છે જેમાં નવદીપના ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. શૂટિંગ સ્પર્ધામાં અવની લેખારાએ જાપાનના ટોકીયો ખાતે જીતેલા ગોલ્ડ મેડલને જાળવી રાખ્યો હતો અને પેરિસમાં પણ ૧૦ મીટર એર રાયફલ વિભાગમાં ૧૬ ચંદ્રક જીતી પેરાલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનાર પહેલી ખેલાડી બની હતી. એ જ રીતે પેરા બેડમિન્ટનમાં તુલસીમતી મુરૂગેશન આ વિભાગમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા બની હતી. તેણે મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો હતો. એ પછી તો ભારતીય મહિલાઓએ બેડમિન્ટનમાં ભારતને બીજા ત્રણ મેડલ અપાવ્યા હતા. સુમિત અંતી લે તો પુરુષ જવેલિન થ્રો વિભાગમાં એક પછી એક વિશ્વ રેકર્ડ તોડીને ટોકીઓમાં જીતેલા ગોલ્ડને જાળવી રાખ્યો હતો. એ જ રીતે માત્ર ૧૭ વર્ષની વયની આર્ચરી સેન્સેશન શીતલ દેવીએ પણ મિક્સ ટીમ વિભાગમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો જ્યારે પુરૂષોના આચાર્ય વિભાગમાં ભારતના હરન્દિર સિંઘે ઇતિહાસ બનાવ્યો અને ભારતને આ વિભાગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાયો હતો તેણે આર્ચરીના કલબથ્રો વિભાગમાં ગોલ્ડ મેળવ્યો હતો. આ રીતે ભારતીય પેરા રમતવીરોના અભૂતપૂર્વ દેખાવથી આ વિભાગના આવનારા રમતવીરોને પણ પ્રેરણા મળશે અને વધુ સારો દેખાવ કરવાનું પ્રોત્સાહન મળશે. કેમ કે પેરા ખેલાડીઓએ કોઈ એક વિભાગ નહીં પણ એથ્લેટિક તેમજ આર્ચરી અને બેડમિન્ટન તથા દોડમાં પણ જોરદાર દેખાવ કર્યો છે. પેરિસમાં ગોલ્ડ મેડલ મેળવનાર પેરા ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. ગોલ્ડ મેળવનાર અવની લેખારા, નિતેશકુમાર, સુમિત અંતિલ, હરન્દિર સિંઘ, ધરમવીર, પ્રવીણ કુમાર અને નવદિપસિંહ.