(એજન્સી) મુંબઈ, તા.૯
એક પોલીસ અધિકારીએ ગુરૂવારના રોજ જણાવ્યું કે, કેટલાક લોકો પર હુમલો કરવા અને તેમને મંદિરમાં પ્રવેશતા રોકવા બદલ થાણેમાં શિવસેનાના એક નેતા અને અન્ય કેટલાક લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બુધવારે મોડી રાત્રે મંદિરમાં આરોપી વિકાસ રેપલ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગ બાદ બની હતી. રિપલ પૂર્વ કાઉન્સિલર છે. અધિકારીએ કહ્યું, ફરિયાદીના જણાવ્યા મુજબ, જે ૨૫ વર્ષીય દલિત વિદ્યાર્થી છે, તેને અને તેની જ્ઞાતિના અન્ય કેટલાક લોકોને મીટિંગ માટે મંદિરમાં પ્રવેશતા રેપલ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. તેણે તેમને કહ્યું કે, જ્યારે તે (ફરિયાદ કરનાર) અન્ય ધર્મ (બૌદ્ધ ધર્મ)નો છે તો પછી તેઓએ મંદિરમાં શા માટે આવવું જોઈએ. ફરિયાદ મુજબ, રિપલ એ તેને સળિયાથી મારવાનો પ્રયાસ કર્યો જ્યારે અન્ય લોકોએ તેના પર ચપ્પલ ફેંક્યા. તેમણે કહ્યું, ફરિયાદી જ્યારે કેસ નોંધાવવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો ત્યારે જૂથે પથ્થરમારો પણ કર્યો હતો.અમે રેપલ અને કેટલાક અન્ય લોકો સામે ભારતીય ન્યાય સંહિતા અનેSC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ હુમલો, ગેરકાનૂની સભા, રમખાણો અને અન્ય અપરાધો માટે કેસ નોંધ્યો છે. તેમાંથી એક પર ફરિયાદી જૂથના સભ્ય સામે કથિત રીતે અત્યાચાર કરવાનો આરોપ પણ છે, જ્યારે તેના પર એક મહિલાની ફરિયાદ પર છેડતીનો આરોપ મૂકવામાં આવ્યો છે. વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, બંને જૂથો વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ ચાલી રહી છે અને આ ઘટના જૂના મુદ્દાઓનું પરિણામ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, રેપલને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના સહયોગી માનવામાં આવે છે. દરમિયાન, રેપલ એ કેટલાક સ્થાનિક સમાચાર સ્ત્રોતોને જણાવ્યું હતું કે, તેઓ ઘટના સમયે ઘટનાસ્થળે હાજર ન હતા.