(એજન્સી) દમાસ્કસ, તા.૯
રવિવારે રાત્રે મધ્ય સિરિયાના અનેક વિસ્તારો પર ઇઝરાયેલના પ્રચંડ અને ભયાનક હવાઈ આક્રમણને કારણે ૧૬ લોકોના મોત થયા છે અને ૪૦થી વધુ ઘાયલ થયા છે તેમ સીરિયાના સત્તાવાર મીડિયાએ જાહેર કર્યું હતું.
મધ્ય સીરિયામાં આવેલા અનેક મહત્ત્વના મથકો ધરાવતા સામા વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા હવાઈ આક્રમણ કરવામાં આવ્યું હતું જેના કારણે ચારે તરફ આગ અને ધુમાડો તથા તબાહીના દૃશ્યો સર્જાયા હતા. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ચારથી વધુ નાગરિકો હોવાનું શિરિયાની માનવ અધિકાર સંસ્થા એ જણાવ્યું હતું. એક સ્થળે વૈજ્ઞાનિક રિસર્ચ સેન્ટરની દિશાનું બનાવવામાં આવ્યું હતું અને સીરિયામાં જ્યાં શસ્ત્રોનું ઉત્પાદન થાય છે એવા બે સ્થળો અને ઈરાનના લડાકુ જૂથના મથકો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા તેમ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી યુદ્ધને કારણે તારા જ થયેલા સીરિયામાં સરકારી કબજા વાળા અનેક વિસ્તારોમાં ઇઝરાયેલની આર્મી સેકડો વખત હવાઈ હુમલા કરી ચૂકી છે. વારંવાર સીરિયાની આર્મી અને ઈરાનના ટેકાવાળા બંડખોર લડાકુ જુઠોના મથકોને ઇઝરાયેલ નિશાન બનાવે છે અને હવાઈ હુમલા કરે છે. લે બેનોનમાં સક્રિય ઈરાનના ટેકાવાળા લડાકુ જૂથ હીજ ગુલ્લા આપવા માટે સીરિયા એ ખૂબ જ વ્યુહાત્મક માર્ગ હોવાથી ઇઝરાયેલ અવારનવાર સીરિયામાં હુમલા કરી રહ્યું છે.