(એજન્સી) જયપુર, તા.૬
જેસલમેર જિલ્લામાં એક દલિત યુવતી સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે.૨ સપ્ટેમ્બરે બેભાન અવસ્થામાં મળી આવેલી યુવતીએ ૪ સપ્ટેમ્બરે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. યુવતીએ પાંચ યુવકો પર આરોપ લગાવ્યો છે કે, તેમણે તેને જેસલમેર લાવીને કોઈ જગ્યાએ નશો કરાવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનમાં દલિત યુવતી પર સામૂહિક બળાત્કારનો કેસ નોંધીને પોલીસે ૪ આરોપી યુવકોની અટકાયત કરી છે. જ્યારે એકની શોધ ચાલુ છે. મહિલા ક્રાઈમ સેલના એએસપી પ્રિયંકા કુમાવતે બુધવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યુવતી જેસલમેરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં અભ્યાસ કરે છે અને ગામમાં એક રૂમ ભાડે રાખીને એકલી રહે છે. ૨ સપ્ટેમ્બરના રોજ ગ્રામજનોને યુવતી પીધેલી હાલતમાં મળી આવી હતી. સદર પોલીસ સ્ટેશન દ્વારા તેણીને જવાહર હોસ્પિટલમાં લાવીને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ તેણીને સખી કેન્દ્રમાં રાખવામાં આવી હતી. યુવતીના પરિવારના આવ્યા બાદ યુવતીએ ૨૮ ઓગસ્ટે તે જ ગામના ૫ યુવકો દ્વારા તેની સાથે સામૂહિક બળાત્કારની ફરિયાદ કરી હતી. પરિવારે આ ઘટના અંગે પોલીસને જાણ કર્યા બાદ બુધવારે મહિલા થાણા પોલીસમાં યુવતી પર સામૂહિક બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો.
હકીકતમાં, ૨ સપ્ટેમ્બરના રોજ, સદર પોલીસને માહિતી મળી હતી કે એક છોકરી અર્ધ બેભાન અવસ્થામાં બેઠી છે. જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને એક યુવતી બેઠેલી જોવા મળી. જે પછી તેને જેસલમેર જિલ્લામાં લાવવામાં આવી હતી અને તબીબી તપાસ બાદ તેની સારવાર કરવામાં આવી હતી. યુવતીએ પહેલા કહ્યું કે, હું મારા મિત્ર સાથે થડયાત આવી હતી, જ્યાં અમે દારૂ પીને જેસલમેર આવ્યા હતા. તે પછી, અમે જેસલમેરથી ગામમાં પાછા ફર્યા. પોલીસે સુરક્ષા સખી સેન્ટર જેસલમેરમાં યુવતીની મેડિકલ તપાસ કરાવી હતી, પરંતુ જ્યારે યુવતીનો પરિવાર જેસલમેર આવ્યો ત્યારે યુવતીએ મહિલા થાણામાં કેસ નોંધાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાંચેય યુવકો જેસલમેરના એક જ ગામના રહેવાસી છે. પ્રિયંકા કુમાવતે કહ્યું કે, અમે કેસ નોંધ્યો છે અને ચાર યુવકોની ધરપકડ કરી છે. એક યુવકની શોધખોળ ચાલુ છે. આ કેસની તપાસ છજીઁ રાજેશ શર્મા કરી રહ્યા છે.