Downtrodden

કર્ણાટક : હત્યા કરાયેલી દલિત મહિલાના સાસરિયાઓએતેની સાથે અસ્પૃશ્ય તરીકે વર્તન કર્યું : અહેવાલ

(એજન્સી) બેંગલુરૂ, તા.૧૦
કર્ણાટકના કોપ્પલ જિલ્લાના વિઠ્ઠલાપુરા ગામમાં તેના પતિના પરિવાર દ્વારા ૨૧ વર્ષીય દલિત મહિલાની હત્યા અંગેના તપાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, તેની સાથે તેના સાસરિયામાં અસ્પૃશ્ય તરીકે વર્તન કરવામાં આવતું હતું. પીડિતાને કથિત રીતે ઘરની બહાર એક શેડમાં રહેવા માટે બનાવવામાં આવી હતી અને કાદવવાળી જમીન પર સૂવું પડતું હતુ. તેને રાંધવા માટે પણ બીજી ઝૂંપડી આપવામાં આવી હતી અને તેના સાસરિયાઓ તે જે રાંધતી હતી તે ખાવાનો ઇન્કાર કરતાં હતાં. આ હત્યાના પગલે વિઠ્ઠલાપુરા ગામના દલિત રહેવાસીઓએ કાર્યકરો સાથે મળીને ૧૯ સપ્ટેમ્બરે અસ્પૃશ્યતા વિરૂદ્ધ કૂચ કરવાનું નક્કી કર્યું છે. મરિયમ્મા (૨૧)ને ૨૭ ઓગસ્ટના રોજ તેના સાસરિયાઓ દ્વારા કથિત રીતે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઝેર આપવામાં આવ્યું હતું. મરિયમ્મા, જે મદિગા (અનુસૂચિત જાતિ) છે, તેણે એપ્રિલ ૨૦૨૩માં નાયકા સમુદાય (અનુસૂચિત જનજાતિ) સાથે સંકળાયેલા હનુમૈયા સાથે બે વર્ષ સંબંધમાં રહ્યા પછી ગંગાવતીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન અને ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સના ફેક્ટ-ફાઈન્ડિંગ રિપોર્ટ અનુસાર, લગભગ ચાર મહિના સુધી વસ્તુઓ સારી હતી. હનુમૈયાના પરિવારે શરૂઆતમાં દંપતીના લગ્ન માટે સંમતિ આપી હતી, પરંતુ ટૂંક સમયમાં તેઓએ તેની જાતિના કારણે તેની સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. કોપ્પલ જિલ્લામાં ઝ્રૈઁં(સ્ન્) લિબરેશનના સભ્ય વિજયે જણાવ્યું, તે તેમની વહુ હતી અને તેઓએ તેની સાથે પ્રેમથી વર્તવું જોઈતું હતું. તેના બદલે તેઓએ તેની સાથે એક પ્રાણી જેવો વ્યવહાર કર્યો. વિજયે કહ્યું, તેઓ તેની સાથે ખરાબ વર્તન કરતા હોવા છતાં તેઓએ તેની પાસેથી દહેજની માંગણી કરી. હનુમૈયાના પરિવારે મરિયમ્મા પાસેથી સોનાની બુટ્ટીઓની માગણી કરી અને તેના પરિવારે સ્વીકાર કર્યો. વિજયે કહ્યું, આ પછી, સાસરિયાઓએ મરિયમ્માના પરિવારને કહ્યું કે, તેઓ તેને તેમની જાતિના સભ્ય બનાવશે અને તેથી મરિયમ્માએ હવે તેના પરિવાર સાથે સંપર્કમાં રહેવું જોઈએ નહીં. જ્યારે પૂછવામાં આવ્યું કે, કોઈને બીજી જાતિનો સભ્ય કેવી રીતે બનાવી શકાય, ત્યારે વિજયે કહ્યું કે હનુમૈયાના પરિવારે દેખીતી રીતે આ હેતુ માટે તેમના સમુદાયના સ્વામીનો સંપર્ક કર્યો હતો. વિજયે ઉમેર્યું, તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે, મરિયમ્માના સાસરિયાઓએ તેણીને અલગ રહેવાની ખાતરી કરવા માટે હંમેશા તેની આસપાસ બે લોકોને સાથે રાખીને તેના પરિવાર સાથે વાત કરતા અટકાવ્યા હતા. મરિયમ્માનાં દાદી માત્ર ૫ કિમી દૂર વિઠ્ઠલાપુરામાં રહે છે, પરંતુ તેઓએ તેને તેની મુલાકાત લેવાનું રોક્યું. તેઓએ દાદીને પણ મરિયમ્માને મળવા દીધા નહિ. જો મરિયમમાના પરિવારમાંથી કોઈએ તેની મુલાકાત લેવાનો પ્રયાસ કરતા તો તેના સાસરિયાઓએ કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર કરતા અને તેમને ત્યાંથી જવા દબાણ કરતા. તેના પરિવારે ગામના વડીલોની મદદ પણ માંગી હતી પરંતુ તેના સાસરિયાઓએ તેમને પણ ધમકી આપી હતી. કર્ણાટક મદિગા રક્ષા વેદિકના વડા કરિઅપ્પા ગુડીમાનીએ કહ્યું કે, કોપ્પલ જિલ્લામાં દલિતો વિરૂદ્ધ હિંસાની ઘટનાઓ વધી રહી છે. હિંસા હંમેશા રહી છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં તેમાં વધારો થયો છે. અમે ઇચ્છીએ છીએ કે તે બંધ થાય. કરિયપ્પાએ કહ્યું, નાયકા, જેઓ અનુસૂચિત જનજાતિ છે અને અમુક લિંગાયત પેટા જાતિઓ સહિત અનેક સમુદાયો કોપ્પલમાં દલિતો સામે હિંસા કરે છે. કરિયપ્પાએ કહ્યું, અંતમાં વાળંદ સમુદાય તરફથી, જે એક લિંગાયત ઉપજાતિ છે, દ્વારા દલિતો વિરૂદ્ધ ઘણી હિંસા થઈ છે. ૧૯ ઓગસ્ટના રોજ, વાળંદ અને એક દલિત વ્યક્તિ વચ્ચે ચૂકવણીને લઈને ઝઘડો પૂર્વે બાદમાં છરીના ઘા માર્યો હતો. કરિયપ્પાએ કહ્યું, અમારી પાસે પૂરતી જ્ઞાતિ છે. અમારે (વિવિધ જાતિના લોકો વચ્ચે) મિત્રતાની જરૂર છે. ઉમેર્યું કે, વેદિકે સમાજ કલ્યાણ વિભાગને છેલ્લાં ત્રણ વર્ષમાં દલિતો સામે હિંસા અંગેના આંકડા માંગ્યા છે. કરિઅપ્પાએ જણાવ્યું હતું કે, મદિગા રક્ષા વેદિકે જિલ્લાની અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરવાની અને ૧૯ સપ્ટેમ્બરના રોજ શેડના સ્થળેથી એક સંયુક્ત રેલી કાઢવાની યોજના ધરાવે છે જ્યાં મરિયમમ્માને કથિત રીતે ગંગાવતીમાં નાયબ પોલીસ અધિક્ષકની ઓફિસમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. આ રેલી (નાયકા) સમુદાય વિરૂદ્ધ નથી. તે અસ્પૃશ્યતા વિરૂદ્ધ અને સામાજિક સમાનતા માટે છે. મરિયમ્માના પિતા ગલેપ્પા યામનપ્પા બેવુરની ફરિયાદના આધારે પોલીસે ૧૩ આરોપી પરિવારના સભ્યોમાંથી છ લોકોની ધરપકડ કરી છે. તેમાં હનુમૈયા, તેના માતા-પિતા અને બહેનોનો સમાવેશ થાય છે.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.