(એજન્સી) લખનૌ, તા.૧૨
એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું, એક દલિત મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને મૌલવી વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પુરનપુર પોલીસ સ્ટેશનના એસએચઓ રાજીવ વર્માએ કહ્યું જણાવ્યું હતું કે, પીડિતાએ શનિવારના રોજ આ ઘટનાની જાણ કરી હતી, અને દાવો કર્યો હતો કે, ફિરદૌસ નામના વ્યક્તિ દ્વારા અને એકવાર હાફિઝ નૂર અહેમદ દ્વારા તેના પર ઘણી વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક જમણેરી હિંદુ જૂથના કેટલાક સભ્યોએ મહિલા અને ફિરદૌસને હોટલ તરફ જતી વખતે પકડી લીધા અને પોલીસને હવાલે કર્યા. મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફિરદૌસ તેને બળજબરીપૂર્વક હોટલમાં સાથે લઈ ગયો. પોલીસે ફરિયાદને ટાંકીને કહ્યું કે, ફિરદૌસે હિન્દુ દલિત હોવાનો ઢોંગ કરીને પીડિતાનો વિશ્વાસ જીત્યો અને તેનું શોષણ કર્યું. પીડિતાનો આરોપ છે કે ફિરદૌસ એકવાર તેને હાફિઝ નૂર અહમદ નામના મૌલવી પાસે લઈ ગયો, જેણે ભૂત ભગાડવાના બહાને તેની સાથે બળાત્કાર કર્યો. તેણે ફિરદૌસ પર ઘટના રેકોર્ડ કરવાનો અને વીડિયોને ઓનલાઈન અપલોડ કરવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો. એસએચઓએ કહ્યું કે, પોલીસે રવિવારે ફિરદૌસની ધરપકડ કરી હતી અને નૂર અહેમદને પકડવાના પ્રયાસો ચાલુ છે.