(એજન્સી) તા.૧૫
બે આર્મી મેન પરના હુમલા અને તેમની મહિલા મિત્ર પર ગેંગરેપમાં બાકીના ત્રણ ભાગેડુઓની શુક્રવારે ધરપકડના વીડિયોએ આ ભયાનક ગુના અંગે રાજકીય વિવાદમાં ઉમેરો કર્યો છે. વીડિયો, જે હવે સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, તેમાં એક ગામના સરપંચના પતિને શુક્રવારે સાંજે ત્રણેય આરોપીઓના શરણાગતિમાં મદદ કરતા બતાવવામાં આવ્યા છે. ડીઆઈજી નિમિશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આરોપીઓ બે દિવસથી ફરાર હોવાથી, ધરપકડથી બચવા માટે જંગલોમાં છુપાઈ ગયા હતા અને ડરતા હતા કે પોલીસ તેમને એન્કાઉન્ટરમાં મારી નાખશે. ફક્ત ગ્રામજનો અને પરિવારના સભ્યોને તેમને અમારી પાસે લાવવા કહ્યું હતું. જ્યારે તેમને પોલીસને સોંપવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે સરપંચનો પતિ આ વીડિયોમાં દેખાય છે જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તપાસના ભાગરૂપે આ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. ફૂટેજ દ્વારા કોંગ્રેસ દ્વારા સતત સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એમપીસીસીના મહાસચિવ રાકેશ સિંહ યાદવે ભાજપ પર આરોપ મૂક્યો હતો કે તેઓ ક્રિમિનલ્સને આશ્રય આપી રહ્યા છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.