(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
દલિત યુવતીની છેડતી, અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે મહિલા સહિત બે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ખોટી જુબાની આપવાના આરોપસર ફરિયાદી સામે ફોજદારી કેસ નોંધવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ખરગુપુર વિસ્તારના એક દલિત વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં જણાવ્યું કે,૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રે ૧૦ વાગે તેની ૧૫ વર્ષની પુત્રીને કૌરિયાના રાનીપુર પારસિયા ગામના રહેવાસી દિનેશ યાદવ લલચાવીને ભગાડી ગયો હતો. તપાસ દરમિયાન અપહરણ, બળાત્કાર, જીઝ્ર/જી્ એક્ટ અને પોક્સો એક્ટ હેઠળના ગુનાઓના પુરાવા પ્રકાશમાં આવ્યા અને આરોપી દિનેશ યાદવ અને રામરતિ પૂર્વા બૈદૌરા બજાર ખરગુપુરના રહેવાસી પાંડે વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ કોર્ટમાં પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પીડિતાની ચોક્કસ ઉંમર અંગે કોઈ અધિકૃત રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો ન હતો. ગરૂવારના દિવસે આ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે વિશેષ ન્યાયાધીશ (પોક્સો એક્ટ) રાજેશ નારાયણ મણિ ત્રિપાઠીએ દિનેશ યાદવ અને રામરતિને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે ખોટી જુબાની આપવાના આરોપસર ફરિયાદી સામે વિવિધ ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.