(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
બિહારના કટિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના કટિહાર જિલ્લાની એક શાળાની છે. ખાનગી શાળામાં ડાયરેક્ટર અને શિક્ષકે વિદ્યાર્થીને બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. જ્યારે મામલો સામે આવ્યો તો લોકો ચોંકી ગયા, લોકો કહેવા લાગ્યા કે આવું કોઈ ખરેખર કરે છે.એક દલિત વિદ્યાર્થી ડાયરેક્ટરના પલંગ પર સૂતો હતો. વિદ્યાર્થીને બેડ પર સૂતો જોઈને ડિરેક્ટર ગુસ્સે થઈ ગયા.તેમણે શિક્ષકોને બાળકને નિર્દયતાથી મારવા માટે મજબૂર કર્યા. ઘટનાની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીના પિતાએ શાળાના ડિરેક્ટર અને શિક્ષકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કટિહાર જિલ્લાના પોથિયા પોલીસ સ્ટેશન વિસ્તારની એક ખાનગી શાળામાં, એક દલિત વિદ્યાર્થીને શાળાના ડાયરેક્ટર અને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો કારણ કે બાળક જમીન પર સૂવાને બદલે ડાયરેક્ટરના પલંગ પર સૂતો હતો. દલિત વિદ્યાર્થીને પોતાના પલંગ પર સૂતો જોઈને ડાયરેક્ટર ગુસ્સે થઈ ગયા અને પહેલા પોતાના બેડ પરથી બેડશીટ કાઢી નાખી. તે પછી, શિક્ષકની મદદથી, તેણે બાળકને બારી સાથે બાંધી દીધો અને તેની સાથે મારપીટ કરી. બાળકના શરીરનો કોઈ ભાગ એવો નથી કે જેના પર મારના નિશાન ન હોય. બાળકની ઉંમર ૮ વર્ષ છે, તે LKG વિદ્યાર્થી છે. આ ઘટના અંગે બાળકના પિતા મુકેશ કુમાર મલ્લિકે જણાવ્યું કે, તેણે પોતાના બાળકને બ્રાઈટ ફ્યુચર ઈન્ટરનેશનલ સ્કૂલ, પોથિયા બજાર, અભ્યાસ માટે પ્રવેશ અપાવ્યો હતો. બાળક હોસ્ટેલમાં રહીને ભણતો હતો. તેણે જણાવ્યું કેે, બીજા દિવસે જ્યારે તેનો મોટો દીકરો શાળાએ ગયો ત્યારે તેને બાળકની મારપીટની ખબર પડી. જ્યારે તે શાળામાં ગયો તો તેણે જોયું કે બાળકના આખા શરીર પર ઈજાના નિશાન હતા અને બાળક રડી રહ્યો હતો. જે પછી તેને ફાળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બાળકના પિતાએ જણાવ્યું કે, શાળાના ડાયરેક્ટર રોહિત સિંઘાનિયા અને શિક્ષક સંતોષ કુમાર તેના બાળકને જમીન પર સુવડાવતા હતા અને તેને અન્ય બાળકોથી અલગ બેસાડીને ખવડાવતા હતા. તેણે કહ્યું કે,તેના વાસણો પણ અલગ રાખવામાં આવ્યા હતા. જ્યારે બંનેને બાળકને માર મારવાની વાત કરવામાં આવી ત્યારે કોઈએ જવાબ આપ્યો ન હતો. બાળકના પિતાએ કહ્યું કે, સ્કૂલ સંચાલક એક ગુંડા છે, હવે તે તેને ચૂપ રહેવાની ધમકી આપી રહ્યો છે. ઘટનાની માહિતી મળતાં બ્લોક એજ્યુકેશન ઓફિસર રામ દહીમ પ્રસાદે કહ્યું કે, બાળકના પરિવાર સાથે વાત કરવામાં આવી છે અને શાળાના બાળકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. પ્રથમ નજરે, બાળક સાથે અતિરેકની વાત છે. શાળા સરકાર દ્વારા માન્ય છે. હોસ્ટેલ ચલાવવા માટેના સરકારી નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, તમામ મુદ્દાઓની તપાસ કર્યા પછી વરિષ્ઠ અધિકારીઓને તેની જાણ કરવામાં આવી છે. તે જ સમયે, બાળકને માર માર્યા પછી, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોથિયાના એસએચઓ વિવેક કુમારે જણાવ્યું કે, બાળકના પિતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સ્કૂલના ડાયરેક્ટર રોહિત સિંઘાનિયાનું કહેવું છે કે, બાળક રમી રહ્યો હતો અને ગેરવર્તન કરી રહ્યો હતો તેથી વોર્ડને તેને થોડી માર મારી.