Site icon Gujarat Today

અમેરિકા તથા ફ્રાન્સ અને સાથી દેશો દ્વારા ઇઝરાયેલ તથા હિઝબુલ્લાહવચ્ચે તત્કાળ ૨૧ દિવસનો વિરામ લાગુ કરવા જોરદાર માગણીઇઝરાયેલ અને લેબેનોન સરહદ પર જ યુદ્ધવિરામ લાગુ કરવાની માંગ

(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૬
અમેરિકા તથા ફ્રાન્સ અને અન્ય સાથી દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહનો અંત લાવવા માટે ૨૧ દિવસનો યુદ્ધ વિરામ તાત્કાલિક લાગુ કરવા માટે જોરદાર માગણી કરી છે. આ નવા સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં ૬૦૦ નાગરિકો માર્યા ગયા છે.
ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાની બેઠક સમયે અમેરિકા ફ્રાંસ તથા સાથે દેશોના સંયુક્ત નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે તાજેતરમાં શરૂ થયેલી નવી લડાઈ અસહ્ય છે અને સમગ્ર પ્રદેશ યુદ્ધના ભરડામાં આવી જવાનો ભય રહે છે જે ચલાવી લેવાય તેમ નથી. એટલે ઇઝરાયેલ અને લેબેનોન સરહદ પર ૨૧ દિવસનું યુદ્ધ વિરામ તાકીદે જાહેર કરવા માટે અમે અપીલ કરીએ છીએ.
અમેરિકા અને સાથી દેશોની અપીલ અંગે ઇઝરાયેલ તરફથી અથવા તો લેબેનોન સરકાર તરફથી અત્યારે કોઈ પ્રતિક્રિયા મળી નથી પણ અમેરિકાના સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધમાં સંડોવાયેલા દરેક પક્ષોને અમારી અપીલની ખબર છે અને અમે એ બધા સાથે વાતચીત કરી રહ્યા છીએ યુદ્ધ વિરામમાં નહીં જોડાય પણ લેબનોનની સરકાર એ માટે તૈયાર થઈ જશે અને સંકલન કરશે એવી અમને આશા છે. અત્યારે યુદ્ધ વિરામ માત્ર ઇઝરાયેલ અને લેબેનોન સરહદ પર લાગુ કરવાની માગણી થઈ છે. અમેરિકન અધિકારીઓ કહે છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બંધકોની મુક્તિ તથા યુદ્ધ વિરામ માટે સ્થગિત થયેલી વાટાઘાટો ફરી શરૂ કરાવવા માટે અમને ત્રણ સપ્તાહના યુદ્ધ વિરામથી મદદ મળશે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપીય સંઘ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સઉદી અરેબિયા યુએઈ અને કતાર દ્વારા અપીલ કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેનની સૂચનાથી એમની રાષ્ટ્રીય સલાહકાર સુરક્ષા ટીમ અને વિદેશ મંત્રી એન્થની બ્લિંકન તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલેવાનની ટીમ દ્વારા તાકીદના ધોરણે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. બાઈડેન અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે યુનો મહાસભા બેઠક બાદ થયેલી ચર્ચા વિચારણાથી કરવામાં આવી હતી અને બંને દેશોને આશા છે કે સંબંધિત પક્ષો આ દરખાસ્તને સ્વીકારી લેશે અને તાકીદનો વિરામ લાગુ કરવામાં આવશે.
લેબેનોનના વડાપ્રધાન નજીબ મિકાતીએ પણ ફ્રાન્સ અને અમેરિકા દ્વારા તૈયાર થયેલી દરખાસ્તનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મદદથી આ યુદ્ધનો અંત લાવી શકાશે. ઇઝરાયેલના દળો લેબેનોનનાા તમામ વિસ્તારોમાંથી પાછા હટી જાય એ સુનિશ્ચિત કરવા તેમણે યુનોની સલામતી સમિતિના અનુરોધ કર્યો હતો. ઇઝરાયેલ લોકોનો પ્રતિસાદ આ બાબતમાં સાનુકૂળ હોવાનું જાહેર થયું છે.

Exit mobile version