મોટા સાથે વિવેક, નાના સાથે સ્નેહ, જે આવું ન વર્તે તે માનવી નથી. – હદીસ બોધ
બોધ વચન
દુનિયા મૂર્ખ કહે તો એની પરવા ન કરશો પણ દુર્જન ન કહી જાય તેની કાળજી રાખજો. -જ્યોર્જ બર્નાર્ડ શૉ
આજની આરસી
૧ ઓક્ટોબર મંગળવાર ર૦૨૪
૨૭ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ ચૌદસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૨
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
હંસી આતી હે મુઝે હસરતે ઈન્સાન પર
ગુનાહ કરે ખુદ, લઆનત ભેજતા હે શયતાન પર
માનવી જાણી બૂઝીને પોતે ગુનો કરે છે અને પોતાનો ગુનો કરવા પ્રેરિત કરે છે એવો ઢોંગ કરીને શ્રાપ આપે છે શયતાનને. માનવી બદલો લેવા, વગર મહેનતે ધનદોલત મેળવવા, બીજા ગુના કરે છે છતાં તેમને કોઈ દુઃખ આવતું નથી તેવી માન્યતાને લીધે, મારો ગુનો કોઈ જોતું નથી તેમ માનીને ગુના કરે છે, ગુનો કરવા શયતાન પ્રેરિત કરે છે એ ભ્રમમાં પોતાની જાતને છેતરે છે. લેકિન અલ્લાહ સબ દેખતા હૈ. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)