(એજન્સી) તા.૩૦
લેબેનીઝ મીડિયાએ અહેવાલ આપ્યો છે રવિવારે પૂર્વી લેબેનોનની બેકા ખીણમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ૧૭ સભ્યોના આખા પરિવારના મોત થયા છે. રાજ્ય સમાચાર એજન્સી એનએનએએ અહેવાલ આપ્યો છે કે ઝબાઉદ શહેરને નિશાન બનાવતા હુમલામાં બચી ગયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયેલી દળોએ ૨૩ સપ્ટેમ્બરથી લેબેનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા ૮૧૬ લોકો મૃત્યુ પામ્યા છે અને ૨,૫૦૦થી વધુ ઘાયલ થયા છે.
હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધની શરૂઆતથી જ સીમાપાર યુદ્ધમાં રોકાયેલા છે, જેમાં હમાસ દ્વારા ગત ઓક્ટોબર ૭ના રોજ કરાયેલા ક્રોસ બોર્ડર હુમલા બાદ લગભગ ૪૧,૬૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. આંતરરાષ્ટ્રીય સમુદાયે ચેતવણી આપી છે કે લેબેનોનમાં ઇઝરાયેલના હુમલા વર્તમાન ગાઝા સંઘર્ષને વ્યાપક પ્રાદેશિક યુદ્ધમાં ફેરવી શકે છે.