લખનૌ, તા.૨
સરફરાઝ ખાનનું ફર્સ્ટ ક્લાસ સર્કિટમાં શાનદાર પ્રદર્શન યથાવત્ છે. મુંબઇના આ બેટ્સમેને રેસ્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ચાલી રહેલી ઇરાની કપ મેચમાં વધુ એક સદી ફટકારી. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા સરફરાઝે લખનૌના એકાના સ્ટેડિયમમાં બીજા દિવસે શાનદાર બેટિંગ કરી તેણે આ સદી સાથે મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધી છે. જેમના નામે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં બે-બે સદી છે. શિખર ધવન, પોલી ઉમરીગર અને ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ સહિત અનેક અન્ય બેટ્સમેનોએ પણ ઇરાની કપમાં બે સદી ફટકારી છે. દિલીપ વેંગસરકર અને ગુંડપ્પા વિશ્વનાથના નામે ટુર્નામેન્ટમાં સૌથી વધારે ચાર સદી બનાવવાનો સંયુક્ત રેકોર્ડ છે. જ્યારે હનુમા વિહારી, અભિનવ મુકુંદ, સુનીલ ગાવસ્કર અને વસીમ જાફરના નામે ત્રણ-ત્રણ સદી છે.