ગાઝા નરસંહાર મૃત્યુઆંક
યુદ્ધના દિવસો – ૩૫૯
કુલ મૃત્યુ – ૪૧,૬૧૫
ઘાયલો – ૯૬,૩૫૯
ગુમ થયા – ૧૧,૦૦૦
(એજન્સી) તા.ર
ઇઝરાયેલી દળોએ મંગળવારે ગાઝા પટ્ટીમાં સાત હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૩૭ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા, અને આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, કબજાવાળા વેસ્ટ બેંકમાં ઘૂસણખોરીમાં બે મુત્યુ પામી છે. મંગળવારે નુસરત શરણાર્થી શિબિરમાં બે ઘરો પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૩ લોકો મૃત્યુ પામ્યા છે, પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ત્રીજો હુમલો ગાઝા શહેરના તુફ્તાહ વિસ્તારમાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે આશ્રયસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી શાળાને નિશાન બનાવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા સાત લોકો મૃત્યુ પામ્યા છે. મંગળવારે, આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, દક્ષિણ ગાઝા પટ્ટીના રાફાહ અને ગાઝા સિટીના ઝેતુન ઉપનગરમાં બે વધારાના ઇઝરાયેલી હુમલાઓમાં પાંચ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા હતા. વધુમાં ખાન યુનુસમાં વિસ્થાપિત લોકો માટેના તંબુને નિશાન બનાવતા ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ પેલેસ્ટીનીંઓ મૃત્યુ પામ્યા, અને તે જ દિવસે સાતમા હવાઈ હુમલામાં પશ્ચિમ ખાન યુનિસમાં એક કારને નિશાન બનાવાઈ, જેમાં છ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો કે હુમલામાં હમાસ લડાકુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પૂરાવા આપ્યા નથી. તાજેતરના મૃત્યુની આગળ, પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું જણાવ્યું કે ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયેલના આક્રમણથી મૃત્યુ પામેલા પેલેસ્ટીનીઓની સંખ્યા ૪૧,૬૩૮ પર પહોંચી ગઈ છે, જ્યારે ૯૬,૪૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા ૧૦,૦૦૦ લાપતા છે, જેમના મૃત્યુની આશંકા છે. માર્યા ગયેલા લોકોમાં ઓછામાં ઓછા ૧૬,૮૦૦ બાળકો, ૧૧,૪૦૦ મહિલાઓ, લગભગ ૧,૦૦૦ આરોગ્ય કર્મચારીઓ, ૧૭૪ પત્રકારો અને યુએનના ૨૨૦ કર્મચારીઓનો સમાવેશ થાય છે.