International

હિઝબુલ્લાહના પ્રમુખ નસરૂલ્લાહના અનુગામી હાશેમ સફીદ્દીન બૈરૂતમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા : અહેવાલ

(એજન્સી) તા.૫
સઉદી ન્યૂઝ આઉટલેટ અલ હદથએ શનિવારે અહેવાલ આપ્યો કે હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરૂલ્લાહના સંભવિત અનુગામી, દક્ષિણ બરૈરૂતમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં તેના સાથીઓ સાથે મૃત્યુ પામ્યા હતા, તેણે દાવો કર્યો કે ઇઝરાયેલે હાશેમ સફીદ્દીનને માર્યો હતો. જોકે, ઈઝરાયેલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. ઇઝરાયેલી મીડિયાએ લેબેનીઝ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે શુક્રવાર અને શનિવારની રાત્રે બૈરૂતના દહીહ ઉપનગરમાં હાશેમ સફીદ્દીનને નિશાન બનાવ્યા હતા, ઇઝરાયેલે જણાવ્યું કે તેણે દક્ષિણ ઉપનગરોમાં હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું અને હુમલા બાદ થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. યુએસ ન્યૂઝ પોર્ટલ એક્સિઓસે ત્રણ ઈઝરાયેલી અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે હાશેમ સફીઉદ્દીનને ગુરૂવારે રાત્રે બૈરૂતમાં ભૂગર્ભ બંકરમાં નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનું ભાવિ અસ્પષ્ટ હતું. ઇઝરાયેલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે શનિવારે ટિ્‌વટર પર સફીઉદ્દીન અને નસરૂલ્લાહનો ફોટો પોસ્ટ કર્યો હતો અને ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનેઇને વિનંતી કરી કે ‘તેમના પ્રતિનિધિઓને લઈ જાઓ અને લેબનાન છોડી દો.’ ઈઝરાયેલે ૨૭ સપ્ટેમ્બરે એક હવાઈ હુમલામાં તેના સેક્રેટરી જનરલ હસન નસરૂલ્લાહ સહિત હિઝબુલ્લાહના મોટાભાગના વરિષ્ઠ લશ્કરી નેતૃત્વને મારી નાખ્યા. શુક્રવારની નમાઝની આગેવાની કરતી વખતે આયાતુલ્લાહ અલી ખામેનીએ તેહરાનમાં વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે ઈરાન અને તેના પ્રાદેશિક સહયોગીઓ પીછેહઠ કરશે નહીં. લેબેનોનની સરકારે જણાવ્યું કે પાછલા વર્ષમાં ત્યાં ૨,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી મોટાભાગના છેલ્લા બે અઠવાડિયામાં છે. લેબેનીઝ રેડ ક્રોસ, લેબેનીઝ પબ્લિક હોસ્પિટલો અને હિઝબુલ્લાહ સાથે જોડાયેલા બચાવ કાર્યકરો સહિતની તબીબી ટીમો અને સુવિધાઓ પરના હુમલામાં પણ વધારો થયો છે. લેબેનીઝ સરકારે જણાવ્યું છે કે ૧૨ લાખથી વધુ લેબેનીઝ લોકોને તેમના ઘરોમાંથી બહાર નિકળવાની ફરજ પાડવામાં આવ છે અને સંયુક્ત રાષ્ટ્ર કહે છે કે દેશમાં મોટાભાગના વિસ્થાપન આશ્રયસ્થાનો ભરેલા છે. ઘણા લોકો ઉત્તરથી ત્રિપોલી અથવા પડોશી સીરિયા તરફ ભાગી ગયા હતા, પરંતુ શુક્રવારે ઇઝરાયેલી હુમલાએ લેબેનાન અને સીરિયા વચ્ચે મુખ્ય સરહદ ક્રોસિંગ બંધ કરી દીધી હતી.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.