Site icon Gujarat Today

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું કામ પોતાની જાતે કરવું તે છે. – હદીસ બોધ

બોધ વચન

માણસ ધર્મ માટે ઝઘડશે, એના માટે લખશે, એના માટે યુદ્ધ કરશે, અરે એના માટે મૃત્યુ પામશે પણ ધર્મ પાળવા સિવાય બધું જ કરશે.

આજની આરસી
૧૮ ઓક્ટોબર શુક્રવાર ર૦૨૪
૧૪ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ એકમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૮
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૨

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

અપને મનમેં ડૂબકર પા જા સુરાગ-એ-જિંદગી
તું અગર મેરા નહીં બનતા, ન બન, અપના તો બન
ખુદા બંદાને કહે છે. તેં દુનિયાની ભાગદોડ ખૂબ કરી, ધાર્મિક ક્રિયાકાંડ પણ કર્યા, હવે તું તારા મનમાં અંતરધ્યાન થા, તું કોણ છે, તારા જીવનનો શું અર્થ છે, અન્યો માટે શું કર્યું, તારા કર્મોનો તું જાતે જ હિસાબ કર, આત્મખોજ કર, તને જીવનમંત્ર મળશે. જો તું મને સમર્પિત નથી થતો તો કાંઈ નહીં, તારી જાતને તો સમર્પિત થા. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Exit mobile version