Site icon Gujarat Today

ઇઝરાયેલ સેનાએ દક્ષિણ લેબેનીઝ શહેરમાંઐતિહાસિક વિસ્તારને તોડી પાડ્યો, વીડિયો વાયરલ

(એજન્સી) તા.૧૭
બુધવારના રોજ વીડિયો સામે આવ્યા છે જેમાં ઇઝરાયેેલી દળોએ દક્ષિણ લેબેનીઝ નગર મ્હાઈબિબમાં એક ઐતિહાસિક વિસ્તારને તોડી પાડ્યો છે, જેમાં ૨,૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર છે, જે બૈરૂતથી લગભગ ૧૧૫ કિલોમીટર દૂર છે. આ શહેરમાં પ્રોફેટ જેકબના પુત્ર પ્રોફેટ બેન્જામિનનું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે, જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. નગરના મુખ્તાર (ગામના વડા) કાસિમ અહેમદ જાબેરે ઇઝરાયેલના સતત હુમલાઓ અને વિસ્તારના તમામ રહેવાસીઓના સ્થળાંતરને કારણે થયેલા વિનાશની હદ અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. પ્રાચીન મંદિર પર તેની વાસ્તવિક અસર હજુ સુધી સ્પષ્ટ નથી, અને આ સમયે લેબેનીઝ સત્તાવાળાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ઓકટોબરની શરૂઆતમાં, ઇઝરાયેલી સૈન્યએ હિઝબુલ્લાહ દ્વારા સંભવિત પ્રવૃત્તિને ટાંકીને, મહબીબ સહિત દક્ષિણ લેબેનોનના ૨૬ નગરોના રહેવાસીઓને ખાલી કરવા ચેતવણી આપી હતી. સપ્ટેમ્બર ૨૩થી, ઇઝરાયેલે હિઝબુલ્લાહને લક્ષ્ય બનાવીને એક મોટી હવાઈ ઝુંબેશ શરૂ કરી છે, જેના પરિણામે ૧,૫૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧મિલિયનથી વધુ લોકોનું વિસ્થાપન થયું છે. લેબેનોનમાં ઇઝરાયેલની વધેલી પ્રવૃત્તિ ગાઝા પટ્ટી પરના તેના આક્રમણ સાથે એકરૂપ છે, જ્યાં ગયા ઓકટોબરથી હમાસના હુમલાને પગલે ૪૨,૪૦૦થી વધુ લોકો, જેમાં મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો હતા, મૃત્યુ પામ્યા છે. ઈઝરાયેલે ૧ ઓકટોબરના રોજ દક્ષિણ લેબેનોન પર આક્રમણ કરીને સંઘર્ષને વધારી દીધો.

Exit mobile version