જાલીમને જુલ્મ કરતાં ન રોકવો, તે તેને મદદ કરવા બરાબર છે.
- હદીસ બોધ
બોધ વચન
ઘણીવાર મને બોલી દીધાનું દુઃખ થાય છે, મૌન રહેવાનું દુઃખ કદી થતું નથી. -સાયરસ
આજની આરસી
૧૯ ઓક્ટોબર શનિવાર ર૦૨૪
૧પ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ બીજ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૯
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
‘ઈકબાલ’ તેરી કૌમકા ઈકબાલ ખો ગયા,માઝી સુનહરા હૈ, મગર હાલ ખો ગયા.
હમ કૌન હૈ, કયા હૈ બાખુદા યાદ નહીં,
અપને અસલાફકી કોઈ ભી અદા યાદ નહીં
કવિ મુસલમાનોને કહે છે કે તમારો ભૂતકાળ ભવ્ય હતો. વર્તમાન ખરાબ છે. વર્તમાન સુધારવા ખૂબ મહેનતની જરૂર છે, તેથી ભવિષ્ય પણ સુધરશે.
ર. તમારી ખરાબ હાલતનું કારણ એ છે કે તમે વડીલો, પૂર્વજો (અસલાફ)માં સદ્ગુણો હતા, ઈમાનદારી, બંદગી, પરહેઝગારી જેવા સદ્ગુણો હતા તે ભૂલી ગયા છો. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)