ક્ષમા ઉત્તમ ઉપકાર છે. માણસને નરમ બનાવી દે છે. – હદીસ બોધ
બોધ વચન
એક ક્ષણની મૂર્ખામી જીવન ભરનો પસ્તાવો. -ટોલ્સટોય
આજની આરસી
૨૦ ઓક્ટોબર રવિવાર ર૦૨૪
૧૬ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ ત્રીજ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૯
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અલ્લાહ મૈં ઔર કુછ તુઝસે નહીં માંગતા, મેરી ચાદર મેરે પૈરોંકે બરાબર કર દે
માનવીના જીવનમાં અગાધ ધન, દૌલત, સોના, ચાંદી, સમૃધ્ધિની તમન્ના છે અને સમૃધ્ધિ પાછળ દોડે છે. પણ ખરૂં સુખ સંતોષ છે. ધન દૌલત દુનિયામાં જ રહી જવાના છે. કવિની દુઆ છે કે અય અલ્લાહ મને બે ટંક ખાવાનું મળે એટલી રોજી રીઝક આપ, જેથી હું તારી બંદગી કરું અને શાંતિથી ઉંઘી શકું. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)