Downtrodden

હૈદરાબાદ યુનિ.માં દલિત વિદ્યાર્થીની આત્માહત્યા : કેન્દ્રીય મંત્રી બંડારૂ સામે આપઘાત ઉશ્કેરણીનો કેસ

દલિત વિદ્યાર્થીના આપઘાતનો સમગ્ર દેશમાં પડઘો દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં દેખાવો, વિવાદ વધતાં સ્મૃતિ ઈરાનીએ તપાસ ટુકડી હૈદરાબાદ મોકલી

બંડારૂ દત્તાત્રેય સામે એસસી/એસટી કાયદા હેઠળ કેસ દાખલ, કોંગ્રેસે બંડારૂના રાજીનામાની માંગણી કરી

હૈદરાબાદ તા. ૧૮
હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલા દલીત વિદ્યાર્થીના આપઘાત પછી કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અપ્પારાવની સામે આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દલિત વિદ્યાર્થી રોહીતની આપઘાતનો પડઘો સમગ્ર દેશભરમાં પડ્યો છે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાં હતા. આપઘાતની ઘટના પછી વિધાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે અને એવો સવાલ ખડો કરી રહ્યાં છે કે કેન્દ્રીય મંત્રીએ આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની કેમ જરૂર પડી. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી બંડારૂ દત્તાત્રેયના રાજીનામાની માંગણી કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે વાઈસ ચાન્સેલર અને કેન્દ્રીય મંત્રી દત્તાત્રેયની મિલિભગતથી આંબેડકર વિધાર્થી યુનિયનના પાંચ વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યાં હતા. હૈદરાબાદ પોલીસે બંડારૂ દત્તાત્રેયની સામે એસસી, એસટી કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે બંડારૂ દત્તાત્રેયે એચઆરડી મંત્રાલયને એક પત્ર લખીને પીએચડીના પાંચ વિધ્યાર્થીઓને હાંકી કાઢવાની ભલામણ કરી હતી. પાછળથી દત્તાત્રેયની સામે આપઘાત માટે ઉશ્કેરણી કરવાનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સંયુક્ત કાર્યવાહી સમિતિએ એવું જણાવ્યું કે રોહીતને હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યો હોવાથી તે ખૂબ જ નિરાશ થયો હતો. તેનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. જેને કારણે તે ખૂબ હતાશ બની ગયો હતો અને હતાશામાં તેણે રવિવારે સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પીએચડી કરી રહેલા રોહીત વેમુલા એ પાંચ વિદ્યાર્થીઓમાં છે જેમને ગત ડિસેમ્બર મહિનામાં હૈદરાબાદ યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતા. આ ઘટના પછી વિધાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીએચડીત્તો વિદ્યાર્થી રોહીત ગુન્ટુર જિલ્લાનો રહેવાશી છે અને હેદરાબાદ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં સશોધન કરી રહ્યો હતો. રોહિત આંબેડકર વિદ્યાર્થી યુનિયન સાથે જોડાયો હતો. અને તેન ૧૨ દિવસ પહેલા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કાઢી મૂકવામાં આવેલા વિધાર્થીઓના ટેકામાં ૧૦ સંગઠનોએ ભૂખ હડતાલ કરી હતી અતે તેમને ફરીવાર લેવાની માંગણી કરી હતી. આ સંગઠત્તોએ એવું કહ્યું હતું કે કાઢી મૂકવામાં આવેલા વિદ્યાર્થીઓ સામાજિક બહિષ્કારનો ભોગ બન્યાં છે. યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં પછી આ પાંચ વિદ્યાર્થીઓ ખુલ્લામાં જ રાત વિતાવતા હતા. રવિવારે રોહિતે એક રૂમમાં જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વિધાર્થીઓએ યુનિવરિટીના સત્તાવાળાઓને જવાબદાર ઠેરવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. યુનિયનના સંયોજક એસ મુજન્ઞાએ એવું કહ્યું કે વિદ્યાર્થીઓની સમસ્યાઓ પરત્વે વહિવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેના કારણે રોહીતને આવું અંતિમ પગલું ભરવાની ફરજ પડી હતી. કદાચ આ ઘટનાને કારણે તેમની ઊંઘ ઉડી જાય અને દલીત વિધાર્થીઓની સમસ્યાઓના ઉકેલ માટે ધ્યાન આપવામાં આવે. રોહીતના આપઘાતને પગલે યુનિવસિટી પરિસરમાં થોડા સમય માટે તંગદીલી વ્યાપી ગઈ હતી અને સેંકડો વિધાર્થીઓએ રોહીતના મૃતદેહની સાથે ધરણા પ્રદર્શનો યોજ્યાં હતા અને વહિવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

હૈદરાબાદ યુનિવર્સિટીમાં એવું તે શું થયું કે રોહીતને આપઘાત કરવો પડયો ?

હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતાં દલિત વિદ્યાર્થી રોહીતને કરેલા આપઘાતત્તો પડઘો સમગ્ર દેશમાં પડ્યો છે. આપઘાત કેસમાં કેન્દ્રીય મંત્રીનું નામ બહાર આવતાં વિવાદ ઉગ્ર બન્યો છે. પહેલા રોહિત સહિત ચાર વિઘાર્થીઓને એવા આરોપસર નિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતા કે આ પાંચ વિધાર્થીઓએ એબીવીપીના એક નેતા પર હુમલો કર્યો હતો જેને પરિણામે તેમને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા. આ ઘટનાને કારણે રોહિત ખૂબ હતાશમાં રહેતો હતો તેથી તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વિધાર્થીઓની સંયુક્ત કાર્યવાહી સમિતિએ એવું જણાવ્યું કે રોહીતતે હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યો હોવાથી તે ખૂબ જ નિરાશ થયો હતો. તેનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. જેને કારણે તે ખૂબ હતાશ બની ગયો હતો અને હતાશામાં તેણે રવિવારે સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.