Religion

હદીસ બોધ

જે પોતાનું સ્વમાન જાળવી રાખે છે તે બુદ્ધિશાળી છે અને જે જાળવતો નથી તે મૂર્ખ છે. – હદીસ બોધ

બોધ વચન
સારા માણસે મરવું તો પડે જ છે પણ મૃત્યુ તેનું નામ ભૂંસી શકતું નથી. -એલ્બર્ટ હુબાર્ડ

આજની આરસી

૨૧ ઓક્ટોબર સોમવાર ર૦૨૪
૧૭ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ ૫ાંચમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૯
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૦

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

કરે સવાર અપને ઊંટ પે અપને ગુલામ કો પેદલ હી ખુદ ચલે જો, વો આકા તલાશ કર
આપણા નબી (સ.અ.વ.) સાહેબે મુસાફરીમાં પોતે ચાલતા અને પોતાના ઊંટ ઉપર ગુલામને બેસાડતા હતા, માનવતાનું મૂલ્ય તેઓએ સ્થાપિત કર્યું હતું. કવિ એવા આકા તલાશ કરવાનું કહે છે. ચારિત્રવાન, નેક, ઈમાનદાર અને નિઃસ્વાર્થ સેવા કરે તેવા નેતા પસંદ કરવાનો મેસેજ છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)