આ સફેદ પાવડર છેલ્લા એક વર્ષમાં ઇઝરાયેલે સફેદ પાવડરના બોમ્બનો ઉપયોગ કર્યો’તો પરંતુ સફેદ પાવડર ગુજરાત ૨૦૦૨ના રમખાણમાંય આરોપીઓએ વાપરેલ અને રમખાણગ્રસ્ત પીડિતોની જુબાની મુજબ નાની બાટલીમાં સફેદ પાવડર ભરી ભીંત ઉપર ફેંકવાથી આખી ભીંત બળી જતી !
(એજન્સી) બૈરૂત, તા.૨૦
ઇઝરાયેલ દ્વારા લેબેનોન અને ગાઝામાં પ્રતિબંધિત સફેદ ફોસ્ફરસ એટલે કે ભયાનક રીતે વિસ્ફોટક પાવડરનો લશ્કરી કાર્યવાહીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી હજારો લાખો નાગરિકોને ગંભીર અને લાંબાગાળાની ઈજા થવાનો ભય માનવ અધિકાર સંસ્થાએ વ્યક્ત કર્યો છે. વાઇટ ફોસ્ફરસ અંગેના દસ્તાવેજમાં માનવ અધિકાર વોચ સંસ્થાએ બંને વિસ્તારોના વીડિયો પણ અહેવાલમાં બતાવ્યા છે જેમાં દેખાઈ આવે છે કે, ગાઝા શહેર પર અને ઇઝરાયેલ તથા લેબેનોન સરહદ પર બે સ્થળે સફેદ પાવડરથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. હવાઈ હુમલામાં અને ટોપ મારામાં પણ વ્હાઇટ ફોસ્ફરસનો ઉપયોગ થયાનું જોવા મળ્યું હતું. વાઈટ ફોસ્ફરસ એવો પાવડર છે જેનાથી માર્ગમાં આવતી કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈપણ ચીજ વસ્તુઓ ભડભડ સળગી ઊઠે છે અને તેની આગ ફેલાવવાની પણ પ્રચંડ ક્ષમતા હોય છે જેના કારણે લોકોને અને માળખાને તથા ખેતરોને અને અન્ય વસ્તુઓને ભયંકર નુકસાન થતું હોય છે. ઇઝરાયેલ દ્વારા નાગરિક વિસ્તારો પર અને ભરચક વસ્તીવાળા વિસ્તારો પર વાઈટ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનો ભંગ છે અને નાગરિકો ઉપર ભયંકર પ્રકારના જોખમો ઊભા કરે છે. વાઈટ ફોસ્ફરસથી ભયાનક આગ લાગે છે અને અત્યંત પીડાદાયક રીતે વ્યક્તિ સળગવા લાગે છે અને આજીવન તેને ભયાનક પીડા અને તકલીફોનો સામનો કરવો પડે છે તેમ હ્યુમન રાઈટ્સ વોચના મધ્ય -પૂર્વ અને નોર્થ આફ્રિકાના ડાયરેક્ટર લામા ફકીહ જણાવે છે. જ્યારે વસ્તીવાળા વિસ્તારમાં આ પાવડરથી સડકો કરવામાં આવે છે એ સમગ્રપણે ગેરકાયદે છે તેનાથી મકાનો પણ સળગી ઊઠે છે અને નાગરિકો પણ સળગી ઊઠે છે અને ભયંકર દૃશ્યો સર્જાય છે. હુમલાના બે નજરે જોનારા સાક્ષીઓના નિવેદન પણ રાઇટ્સ વોચ દ્વારા નોંધવામાં આવ્યા છે જેમણે વ્હાઇટ પાવડરના હુમલાની સિલસિલા બંધ વિગતો આપી હતી અને તેનાથી જે ભયંકર વાસ ફેલાતી હતી અને આગ પ્રસરતી હતી તેની પણ ચોંકાવી દેનારી અને તેનાથી થયેલા નુકસાનની હૃદયદ્રાવક વિગતો આપી હતી આ વીડિયો ૧૦મી ઓકટોબરે લેવામાં આવ્યો હતો. વ્હાઇટ ફોસ્ફરસ જ્યારે વાતાવરણમાં ઓક્સિજનના સંપર્કમાં આવે છે ત્યારે સળગી ઊઠે છે અને આખા વાતાવરણમાં હવામાંથી ઓક્સિજન ચૂસી લે છે જેના કારણે લોકોને ઓક્સિજન હવામાં મળતું નથી અને પીડાદાયક રીતે સળગીને અથવા તો ગળું પીસાઈ જવાથી મૃત્યુ પામતા હોય છે. માણસના શરીરને આગમાં ભળતું કરી નાંખે છે અને છેક ઊંડે સુધી અને હાડકાના તળિયા સુધી શરીર બળી જતું હોય છે જે ભયાનક રીતે પીડા એક હોય છે અને તેનાથી થયેલી ઇજાઓ પણ ઘડીકમાં સારી થતી નથી અને જ્યારે લોહીના પ્રવાહમાં પાવડર ભળી જાય છે ત્યારે શરીરના તમામ અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી દે છે જે ઘા લાગ્યો છે તેના પર ડ્રેસિંગ કરવામાં આવે તો પણ ફરીથી એ સળગી ઊઠે છે કેમ કે ઓક્સિજનના સંપર્કમાં આવતા એ ફરીથી પાટા સહિત સળગવા લાગે છે એટલે નાનીમાં નાની ઈજા કે દાઝી ગયા હોય તો પણ એ જીવદણ પુરવાર થાય છે એવું નિરીક્ષકો કહી રહ્યા છે. ગત ૨૦૧૩માં ઇઝરાયેલ હાઇકોર્ટમાં વાઈટ ફોસ્ફરસના ઉપયોગ અંગે અરજી થઈ ત્યારે અદાલતમાં ઇઝરાયેલના લશ્કર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, અમે વસ્તીવાળા વિસ્તારોમાં યુદ્ધ દરમિયાન વ્હાઇટ ફોસ્ફરસનો ઉપયોગ કરીશું નહીં. વિશ્વ સ્તરે યુદ્ધમાં વપરાતા સાધનો અંગે થયેલી સમજૂતી મુજબ જે આંતરરાષ્ટ્રીય સમજૂતી છે તેમાં હવામાંથી એવા સસ્તો છોડી નથી શકાતા જે મકાનનું અને વ્યક્તિઓને સળગાવી નાખતા હોય તેના પર પ્રતિબંધ છે પણ ઇન્સાનિયરી એટલે કે સળગી ઉડતા અને સળગાવી દેતા શસ્ત્રનો ઉપયોગ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો છે તેવું માનવ અધિકાર સંસ્થાઓ જણાવી રહી છે.