International

ગાઝા વિસ્તારમાં હમાસ સંગઠન દ્વારા બંધક બનાવેલા ઇઝરાયેલી નાગરિકોને મુક્તકરવા માટે ઇઝરાયેલી ઉદ્યોગપતિઓ દ્વારા નાણાકીય વળતર આપવાની ઓફર

(એજન્સી) તેલ અવીવ, તા.૨૨
૭ ઓકટોબરના રોજ પેલેસ્ટીનના સશસ્ત્ર લડાકુ સંગઠન હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૫૧ ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરવામાં આવે તો નાણાકીય મદદ અને વળતર આપવાની ઇઝરાયેલના ઉદ્યોગપતિઓ અને વ્યાપારી સાહસિકોએ ઓફર કરી છે.
અત્યારે ૨૫૧માંથી ૯૭ બંધકો હજુ પણ એ લડાકુ સંગઠનના કબજામાં છે. સોડા સ્ટ્રીમ કંપનીના પૂર્વ સીઈઓ ડેનિયલ બર્ન બોર્મ દ્વારા સોશિયલ મીડિયા પર ઇઝરાયેલી કેદીને જીવતો લાવનારને રૂપિયા એક લાખ ડોલરનું ઇનામ અથવા બીટકોઈન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ એક પણ ઇઝરાયેલી કેદીને જીવતો લાવે તો આ ઇનામ આપવામાં આવશે. આ ઓફર એમની બુધવાર રાત સુધીની છે. આ જાહેરાત પછી એમને સૌથી વધુ કોલ મળ્યા હતા પણ મોટાભાગના બનાવટી કોલ હતા અને મશ્કરીરૂપ હતા. ઘણાએ ધમકી આપી હતી. ઘણાય ઓફર કરી હતી તો ઘણાએ ઉદ્યોગપતિને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમને બધા બંધકો પરત મળી જાય એવી શક્યતા તો નથી પરંતુ કોઈ એક વ્યક્તિ પણ પાછી આવી જાય તો પણ અમને આનંદ થશે. મેં આ માટે સરકારને પૂછ્યું નથી કેમ કે નાણાકીય ઇનામની ઓફર ખાનગી ક્ષેત્રમાંથી આવે એ વધારે સારૂં રહેશે. બીજા એક અમેરિકાવાસી ઈઝરાયેલી રીયલ એસ્ટેટ ઉદ્યોગપતિ ડેવિડ હેઝરે ઇનામની રકમ વધારીને ચાર લાખ ડોલર કરી છે અને એક કરોડ ડોલરના લક્ષ્ય સુધી પહોંચવાની આશા રાખે છે.