વિદાય લેતા મહેમાનને ઘરના ઉંબરા સુધી વળાવવા જવું એ સારૂં આચરણ છે. (હદીસ બોધ)
બોધ વચન
જે તમારી સામે ઝૂકી જાય છે, તેની સામે તું પણ ઝૂકી જા. -શેખ સાઅદી (રહ.અ.)
આજની આરસી
૨૬ ઓક્ટોબર શનિવાર ર૦૨૪
૨૨ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ દસમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૧
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
વો કલ કે ગમ ઔર ઐશ પર કુછ હક નહીં રખતા,
જો આજ ખુદ અફરોઝ-ઓ-જિગર-સોઝ નહીં હૈ
કવિ મુસલમાનોને કહે છે તમે અમારા વડવાઓ મહાન, બહાદુર હતા, મોટું સામ્રાજ્ય કરીને દુનિયા ઉપર આધિપત્ય ધરાવતા હતા, અમે મહાન પ્રજા છીએ તેવી આત્મશ્લાઘામાં છો, પરંતુ વર્તમાનમાં તમારામાં કશું મહાન કરવાનો લગાવ કે ઉત્કંઠા નથી, ઉત્સાહી, નિર્ણાયક અને ઉદ્યમી નથી, ભવિષ્યનું આયોજન કરતા નથી, તમને ભૂતકાળને વાગોળવાનો કોઈ હક નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)