(એજન્સી) બોસ્ટન, તા.૨૯
૧૭ જાન્યુયારીએ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (ŪOH) ખાતે એક જાતિ- વિરોધી ચળવળકાર, વિદ્યાર્થી નેતા અને પીએચડી વિદ્વાન ૨૬ વર્ષના રોહિત વેમુલાની આત્મહત્યાના વિરોધમાં સમગ્ર વિશ્વની મુખ્ય યુનિવર્સિટીઓ અને શહેરોમાં આક્રોશ દેખાય રહ્યો છે.
૨૨ જાન્યુઆરી શુક્રવારે, ભારતીય નાગરિક સમાજના વિદ્યાર્થી જૂથોએ રોહિતના મૃત્યુ માટે જવાબદાર લોકો માટે સજાની માગ કરતાં બે સપ્તાહમાં બીજી વખત હાર્વર્ડ સ્ક્વેર, કેમ્બ્રિજ ખાતે ભેગા થયા હતા. આ પહેલાના શુક્રવારે, હાર્વર્ડ સ્ક્વેર ખાતે દ્વારા પાંચ દલિત વિદ્યાર્થી નેતાઓના સસ્પેન્શન સામે વિરોધ કરવા આશરે ૩૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પાંચ દલિત છાત્રોને સ્થગિત કરાતા રોહિતે આત્મહત્યા કરી હતી.
રોહિત વેમુલાના મૃત્યુએ અત્યાચારનો વિરોધ કરવાની ઘટનાઓને વેગ આપ્યો છે. ૨૫ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ સેંકડો કાર્યકરોએ ÜOH કેમ્પસ પર હુમલો કર્યો હતો અને મોટા પ્રમાણમા દેખાવો કર્યા હતા.
વિશ્લેષકો આ ક્ષણને ભારતીય વિધાર્થીઓ માટે “બ્લેક લાઈવ મેટર”અને “રોહસ મસ્ટ ફોલ” જેવી મહત્વપૂર્ણ ઘટના સાથે સરખાવી રહ્યા છે.
દરમિયાન, અપરાધીઓને સજા આપવા માટે ભારતની બહાર પણ વિરોધ પ્રદર્શનો અને દેખાવો થઈ રહ્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટી, સાન ફ્રાન્સિકોંની મેસેચ્યુએટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી ખાતે, ભારતીય દૂતાવાસની બહાર અને મિશિગન યુનિવર્સિટી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. લંડન ખાતે પણ વિશાળ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આગામી સપ્તાહમાં દલિત રાઇટ્સના ઇન્ટરનેશનલ કમિશન દ્વારા વોશિંગ્ટન ડી.સીમાં અને આંબેડકર આંતરરાષ્ટ્રીય મિશન દ્વારા ન્યુયોર્ક સિટીમાં ૩૦ જાન્યુઆરીએ પ્રદર્શનોનું આયોજન્ કરવામાં આવેલ છે. ઈટાલીંમાં રોમ ખાતે ભારતીય એમ્બેસીની બહાર બુધવારે ૨૭ જાન્યુઆરીના રોજ એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરીકામાં ૧૫૦ વિદ્વાનોએ ભારતીય કેમ્પસમાં વધી રહેલા ભેદભાવ વિશે ચિંતા દર્શાવવા અને જાતિ ભેદભાવનો વિરોધ કરતાં પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ રોહિતના મૃત્યુને વધુ ઉજાગર કરવા માટે એક એકતા બેઠકનું આયોજન કર્યું છે.
રાજકીય દબાણ અને જાતિ ભેદભાવ રોહિતના મૃત્યુ પછી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (વીસી) શ્રી અપ્પા રાવ, શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બે કેન્દ્રીય પ્રધાનો પર વિશ્વના અનેક જગ્યાએથી ઇમેઇલ્સ દ્વારા ખૂબ જ દબાણ આવ્યું છે. દલિતના મૃત્યુ પછી ભારતમાં ભેદભાવ વિરોધી કાયદા હેઠળ બે મંત્રીઓ અને યુનિવર્સિટીના વીસી પર ફોજદારી કાર્યવાહી કરવાની માગણી સાથે સમગ્ર દેશમાં ઉગ્ર દેખાવો થયા હતા. શ્રી નરેન્દ્ર મોદીની સરકાર આ મુદ્દે ભીંસમાં આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયે, ઉત્તર ભારતમાં નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન રોહિતને ન્યાય આપવા માટે સૂત્રોચ્ચારો કરી દલિત વિદ્યાર્થીઓએ તેમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કટ્ટરવાદી હિન્દૂ વિદ્યાર્થી જૂથ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને આંબેડકર તરફી લઘુમતી વિદ્યાર્થી જૂથો વચ્ચે તણાવમાં વધારો થયો છે. આ રોષ જાહેર ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં અધિક દેખાય છે. જો કે, ટોચની યુનિવર્સિટીઓમાં વહીવટ અને શિક્ષકો ઉચ્ચ વર્ગના હોવાથી દલિત અને લઘુમતી વિદ્યાર્થીઓ માટે ઘણી વખત પ્રતિકૂળ આબોહવા સર્જાય છે. ઉચ્ચ યુનિવર્સિટીઓએ નોધ્યું છે કે લઘુમતી વિદ્યાર્થીઓ પ્રત્યે તેમના પ્રોફેસરો, સલાહકારો, અને વહીવટ દ્વારા ગંભીર ભેદભાવ વિશે ફરિયાદ પછી છેલ્લા ૧૦ વર્ષમાં દલિત વિદ્યાર્થીની આત્મહત્યામાં વધારો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે રોહિતનું મૃત્યુ રાષ્ટ્રીય સમાચારમાં અને સામાજિક મીડિયામાં તેના મૃત્યુ પહેલાં લખેલા તેનો પત્ર વાઇરલ થતાં વધારે પ્રકાશમાં આવ્યું હતું. તેના મૃત્યુના એક મહિના પહેલાં તેણે વીસી અપ્પા રાવને એક પત્ર લખ્યો હતો. જેમાં રોહિતે કેમ્પસમાં દલિતોની સમસ્યા હલ કરવા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ આપતી વખતે તેઓને મરવા માટે ઝેર અને લટકી જઈ આત્મહત્યા કરવા દોરડા પણ આપવા જણાવાયું હતું. જ્ઞાતિવાદ સંદર્ભમાં, મહત્ત્વાકાંક્ષી વિજ્ઞાન લેખકે પોતાનાં અંતિમ પત્રમાં સમાજના લોકોની અલ્પસંખ્યકો અને દલિતોની વ્યથા સમજવામાં અક્ષમતા વિષે વિલાપ અને દુઃખ પ્રગટ કર્યું છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આક્રોશ ડૉ વિઘા કરુણાકરન જે ડાર્ટમાઉથ કોલેજ માંથી પીએચડી. થયા છે અને ‘દલિત વુમેન ફાઇટ’ માટે પણ કામ કરે છે તેણી આ આશાસ્પદ યુવાન વિદ્વાન અને કાર્યકર્તાના મૃત્યુ વિષે કહે છે કે “રોહિતનું મૃત્યુ ભારતીય યુનિવર્સિટીઓમાં ચાલી રહેલ જાતિ ભેદભાવનું પરિણામ છે. ભારતમાં ચુનંદી સંસ્થાઓમાં આત્મહત્યા કરતાં વિદ્યાર્થીઓમાં ૮૦% દલિતો અને આદિવાસીઓ હોય છે. સ્પષ્ટ રીતે ભારત દેશમાં જ્ઞાતિવાદ એક મોટી સમસ્યા બની ગઈ છે.’’ દલિત વિદ્યાર્થી શ્રી સુરજ યંગદે જે દક્ષિણ આફ્રિકાના પીએચડી વિદ્વાન છે। અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આફ્રિકન અમેરિકન વિભાગના સહાયક છે, તેમણે ભારતના જાતિવાદની સરખામણી દક્ષિણ આફ્રિકાના વંશીય ભેદભાવ અને પેલેસ્ટાઈનની પરિસ્થિતિ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની વંશીય ભેદભાવ યુક્ત વહીવટી પ્રણાલિકાને કારણે દલિત અને લઘુમતી જૂથોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે અંતે તેઓને આવું “આત્મઘાતી વલણ” અપનાવવા મજબૂર કરે છે.
શ્રી તનોજ મેશરમ જેમણે બ્રેન્ડિસ યુનિવર્સિટીમાથી સામાજિક નીતિમાં પીએચડી કર્યું છે અને ઓલ ઇન્ડિયા પછાત અને લઘુમતીઓ સમુદાયોના એમ્પ્લોઇઝ ફેડરેશન (BAMCEF) ની સેન્ટ્રલ કાર્યકારી સમિતિના સભ્ય છે, તેઓએ કહ્યું હતું કે બીજેપી સરકાર ભારતીય બંધારણમાં દર્શાવ્યા મુજબ લોકોને નાગરિક અને રાજકીય હકો આપવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે “શિક્ષણને સામાજિક પરિવર્તનનું એક સાધન માનવામાં આવે છે, પરંતુ ભારતમાં આજની પરિસ્થિતિ જોતાં શિક્ષણ એ હિંદુધર્મના પ્રચારનું પ્રતિક બની ગયું છે જે ખરેખર શરમજનક છે.” વિરોધ કરનાર સંસ્થાના આયોજકોએ બે કેન્દ્રીય પ્રધાનોને રોહિતના મૃત્યુમાં ભૂમિકા ભજવવા બદલ માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રિય શ્રમ મંત્રી શ્રી દત્તાત્રેયને તાત્કાલિક રાજીનામું આપવા માટે કહ્યું છે. તેમજ યુનિવર્સિટીના વીસી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા આગ્રહ કર્યો છે. આયોજકો જાતિ અત્યાચાર પર ખાસ સંવાદદાતાને મોકલી અને આકારણી કરી ૨૫૦ મિલિયન દલિતો માટે એક સ્વતંત્ર વર્કિંગ ગ્રુપની રચના કરવા યુનાઇટેડ નેશન્સને એક આવેદન આપવાનું વિચાર્યું છે. દક્ષિણ અંશિયાના બિનસાંપ્રદાયક ગ્રૂપમાં, બોસ્ટન સ્ટડી ગ્રૂપ, આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, આંબેડકર આંતરરાષ્ટ્રીય મિશન, ઉત્તર ભારતનું આંબેડકર એસોસિયેશને તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે “અમે એક પ્રતિભાશાળી સંવેદનશીલ અને શક્તિશાળી દલિત યુવાન અને વૈજ્ઞાનિકને ગુમાવવાનો શોક વ્યક્ત કરીએ છીએ અને તેના પરિવાર પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. દલિત વિદ્યાર્થી સમુદાયને આશ્વાસન આપીએ છીએ. અમે સરકારની લોકશાહી વિરોધી નીતિ અને ભાજપ દ્વારા તેના રાજકીય નેટવર્ક ઉપયોગ કરીને સમાજમાં પ્રગતિશીલ લોકોને ડરાવવા માટે જે રીતે આતંકનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે આરએસએસ અને તેની સંલગ્ન છફૈ જેવા અત્યંત કટ્ટરવાદી જૂથોને સમર્થન આપી હૈદરાબાદ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશનમાં તેમની દખલગીરીનો તિરસ્કાર કરીએ છીએ. રોહિતનું મૃત્યુ જાતિવાદી અને ભ્રષ્ટ યુનિવર્સિટી વહીવટ સાથે કટ્ટર હિન્દુવાદીઓની ભાગીદારીનું પરિણામ છે.” આયોજકોએ દક્ષિણ એશિયાના અન્ય માનવ અધિકાર જૂથોને આ વિરોધમાં જોડાવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે, “અમે સૌ ભારતની યુનિવર્સિટીઓમા દલિત અને ધાર્મિક લઘુમતિ વિદ્યાર્થીઓના પ્રતિકાર માટે કાર્યરત લોકો સામે અમારી એકતા દર્શાવીએ છીએ”