દરેક વ્યક્તિને તેનો હક આપો. – હદીસ બોધ
બોધ વચન
રાજનીતિમાં આગળ વધેલા લોકો મોટેભાગે મૂર્ખ હોય છે – ફ્રોઈડ
આજની આરસી
૨૯ ઓક્ટોબર મંગળવાર ર૦૨૪
૨પ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ બારસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૩
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખુદી હૈ તેગ ફસાં, લા ઈલાહા ઈલ્લાહ
કવિ કહે છે કે તલવાર (તેગ)ની ધાર કરવા માટેના પથ્થર (ફસાં) જેવું તારું આંતરમન, Selfhood, આત્મગૌરવ, ‘ખુદી’ છે. તલવારને વારંવાર પથ્થર પર ઘસાવું પડે છે ત્યારે તેની ધાર નીકળે છે, ંતું પણ તારા અંતરાત્માને પૂછ-તારૂં અસ્તિત્વ કોના લીધે છે, તું કોણ છે, કોના માટે છે, તારું જીવન કોના હાથમાં છે, આંતર ખોજ કર. હાલના જીવન પછી ખુદા પાસે જ જવાનું છે, અલ્લાહની બંદગી કર, અલ્લાહ એક છે, તેના સિવાય કોઈ માબૂદ નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)