(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ભારતમાં કેટલીક લોકપ્રિય બ્રાન્ડ્સ શરૂઆતથી શૂન્ય થી થઈ હતી. તેમના સ્થાપકોએ તેમની વ્યવસાયિક યાત્રા શરૂ કરતાં પહેલાં ઘણી વિચિત્ર નોકરીઓ પણ કરી હતી. આ આર્ટીકલમાં આપણે આવા જ એક ફાઉન્ડર વિશે વાત કરીશું જેમણે પોતાની કંપનીની પહેલી પ્રોડક્ટ પોતાના રસોડામાંથી બનાવી હતી. તેમનું નામ કેશવ વિષ્ણુ પેંઢારકર છે. તેમણે ૧૯૫૨માં પરેલમાં પ્રખ્યાત બ્રાન્ડ વિક્કોની સ્થાપના કરી હતી. કંપની ઓરલ કેર અને સ્કિન કેર માટે અનેક પ્રોડક્ટ્સ વેચે છે.વિક્કો વજ્રદંતિ વજ્રદંતિ વિક્કો વજ્રદંતિ…ગીત સાથે તેના વિજ્ઞાપનથી લોકપ્રિય બન્યું હતું.
કેશવ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે નાગપુરમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા. એક દિવસ તેમણે પરિવાર સાથે મુંબઈ જવાનું નક્કી કર્યું. શરૂઆતમાં, તેેમણે થોડા સમય માટે બાંદ્રા અને અન્ય શહેરના વિસ્તારોમાં કેટલીક વિચિત્ર નોકરીઓ કરી. ત્યારબાદ તેઓ પરેલ ગયા જ્યાં તેમણે જોયું કે લોકો ઘણીવાર એલોપેથિક દવાઓ અને વિદેશી કોસ્મેટિક ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. તેમણે આયુર્વેદિક શાસ્ત્રો વિશે જ્ઞાન મેળવ્યું અને તેમના સાળાની મદદ લીધી, જેઓ આયુર્વેદિક દવાઓ જાણતા હતા. ત્યારપછી તેેમણે ઘરે (રસોડા)માં પ્રથમ આયુર્વેદિક પ્રોડક્ટ ટૂથ પાઉડર બનાવ્યો. કેશવે પોતાની બ્રાન્ડ લોન્ચ કરવાનું નક્કી કર્યું જે કોસ્મેટિક બ્રાન્ડ્સ માટે કેમિકલ મુક્ત વિકલ્પ હશે. શરૂઆતમાં કેશવ અને તેમના પુત્રો ઘરે ઘરે જઈને ઉત્પાદન વેચતા. તેેમની મહેનત રંગ લાવી કારણ કે લોકો તેેમના ટૂથ પાવડરને પસંદ કરવા લાગ્યા. ચાર વર્ષમાં તેમની કંપનીએ સારી વૃદ્ધિ હાંસલ કરી. પેંઢારકરના પૌત્ર સંજીવ પેંઢારકરે એકવાર ધ બેટર ઈન્ડિયાને કહ્યું હતું, પરિવારનું ત્રણ રૂમનું ઘર હતું. રસોડું મેન્યુફેક્ચરિંગ યુનિટ બની ગયું અને અન્ય રૂમ ગોડાઉન અને ઓફિસમાં ફેરવાઈ ગયા. ૧૯૭૫માં કંપનીએ પ્રથમ પીળા રંગની ફેસ ક્રીમ રજૂ કરી, જેને વિકો ટર્મરિક સ્કિન ક્રીમ કહેવાય છે. વિક્કો એટલે વિષ્ણુ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કંપની.૧૯૯૫માં તેનું વાર્ષિક ટર્નઓવર માત્ર ૧૦,૦૦૦ રૂપિયા હતું, પરંતુ નાણાંકીય વર્ષ ૨૦૨૨માં કંપનીએ ૫૦૦ કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી. કેશવનું ૧૯૭૧માં અવસાન થયું. હાલમાં કંપનીનું સંચાલન ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક સંજીવ દ્વારા કરવામાં આવે છે, જે કંપનીના ઝ્રર્ઈં છે.