શુક્રવારની રાત અને શનિવારની સવાર વેરાવળ અને પ્રભાસપાટણના લઘુમતી મુસ્લિમ સમાજ માટે દર્દનાક હતી. ૧૩થી વધુ મજારો અને મસ્જિદોને શહિદ કરી નાંખવામાં આવી. ૫૦૦ વર્ષથી વધુ જૂના મજારો અને મસ્જિદોને તંત્રએ કાયદો અને સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળીને પી જઈને, મજાર, મસ્જિદો, કબ્રસ્તાન શહીદ કરી નાખ્યા. સ્થાનિક નેતાઓની ઘરપકડ કરી, નજરકેદ કરી લીધા, લોકોને નેતાઓને ધાક ધમકી આપી અને દુશ્મન દેશ પર આક્રમણ કરવાનું હોય તે રીતે હજારોના પોલીસ કાફલા, ૬૦ થી વધુ બુલ્ડોઝર, ટ્રેકટરો સાથે ઘસી જઇ મજારો, મસ્જિદો અને કબ્રસ્તાન જમીન દોસ્ત કરી નાખ્યા, મજારો તૂટ્યા …. મસ્જિદો તૂટી ….તેની સાથે દિલ પણ તૂટ્યા… અને નિસહાય લઘુમતી સમાજની શ્રદ્ધા પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ. તંત્રને જાણે કુદરત કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે યુદ્ધ જેવી કાર્યવાહી કરવામાં આવી. જેનાથી માત્ર વેરાવળ પ્રભાસપાટણ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનો લઘુમતી સમાજ ભારે આઘાતની લાગણી અનુભવી રહ્યો છે.
પ્રભાસ પાટણમાં શહીદ કરાયેલ લઘુમતી સમાજના ધાર્મિક સ્થળોની સીટી સર્વેમાં નોંધ થયેલ છે
અમદાવાદ,તા.ર૯
ગતરોજ વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો જેમાં દરગાહો, મસ્જિદ તેમજ કબ્રસ્તાનોમાં બુલડોઝર ફેરવી શહીદ કરી દેવાતા તેના મુસ્લિમ સમાજ તેમજ રાજયભરમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડયા છે. ઉકત ધાર્મિક સ્થળો અંગે કોર્ટમાં વકફ ટ્રિબ્યુનલમાં કેસ ચાલતો હોવા છતાં તથા સુપ્રીમનો ડિમોલિશન નહીં કરવાના આદેશની અવગણતા કરી ધાર્મિક સ્થળોને નામ શેષ કરી દેવાયા છે જેની સિટી સર્વેમાં નીચે મુજબ નોંધણી થયેલ છે. તંત્ર દ્વારા જે પૌરાણિક મજારો મસ્જિદો અને કબ્રસ્તાનને શહીદ કર્યા જેમાં સાર મલારશાનો મકબરો જેના હાલના વહીવટકર્તા ચાંદશા ફકીરશા વેરાવળ વાળા છે જેનો સિટી સર્વે નં.જી.-૧૪ છે તા.રપ-૧-૧૯૭૧માં ગુલામહુસેન નનામિયાં તા.૧૮-૧૦-૧૯૮૯ વહીવટકર્તા અલાબક્ષ ગુલામહુસેન. તા.૬-૮-ર૦૧પમાં વહીવટકર્તા અબ્દુલ હમીદશા અલાબક્ષ બાનવા હતા. ઉકત મકબરાનું ક્ષેત્રફળ ૭ર.૩૧૬ છે. તથા સત્તાપ્રકાર એ-રમાં નોંધાયેલ છે. જયારે ગરીબશાહ દરગાહનો સિટી સર્વે નંબર જી/૮ છે તેનું ક્ષેત્રેફળ પપ.૯ર૭૭ છે. જયારે સત્તાપ્રકાર જી છે. આ દરગાહને તા.ર૩-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે જયારે ધુમસવાની પીરની દરગાહ જેનો સિટી સર્વે નં. જી/૯ છે તેનું ક્ષેત્રફળ ર૦૩. ર૭રપ છે. સત્તાપ્રકાર જી છે. આ દરગાહને તા. પ-૪-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે જયારે મલંગ પીરની દરગાહનો સિટી સર્વે નં.જી.-૧૦ છે જેનું ક્ષેત્રફળ ૭૮.૩૧૭૪, સત્તાપ્રકાર જી છે. આ દરગાહ તા.પ-૬-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. સાર સલારશાનો મકબરો જેનો સિટી સર્વે નં.જી-૧૩ છે. જેનું ક્ષેત્રફળ ૯૬.૪૩૩૬ છે આ દરગાહને તા.રપ-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. હાલના વહીવટકર્તા ચાંદશા ફકીરશા વેરાવળ વાળા છે. ઈદગાહ જેનો સિટી સર્વે નં.૧ર છે. તેનુ ક્ષેત્રફળ ૬૮૬.પપપ૬ છે. સત્તાપ્રકાર જી છે આ દરગાહને રપ-ર-૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. સૈયદોનું કબ્રસ્તાન જેનો સિટી સર્વે નં. જી.૧૧ છે જેનું ક્ષેત્રફળ ૭૧૦.૪૩૧૭ છે. સત્તાપ્રકાર જી છે આ કબ્રસ્તાન તા.પ-૬-૧૯૪૭થી સાર્વજનિક સરકારી ઠરાવેલ છે. જયારે સિટી સર્વે નં.જી-૬ જેનું ક્ષેત્રફળ ૧૧૩૬.૩૯૩પ છે સત્તાપ્રકાર જી છે આ જમીન શ્રી સરકારમાં માયપુરીના નામે મકાન છે. જેના વહીવટકર્તા ઘાંચી હસનઅલી છે આ જમીન તા.ર૩-ર-૪૭થી સાર્વજનિક સરકારી કરાવેલ છે. આમ ઉપરોકત દરગાહો, ઈદગાહ તથા મકાન જેની નોંધણી સિટી સર્વેમાં થયેલ છે.
લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો પર કાર્યવાહીથી સરકાર પર પ્રહારો
પ્રભાસ પાટણમાં ડિમોલિશન ગેરકાયદેસર કર્યું, આટલી ઉતાવળ કેમ ? : ધારાસભ્ય વિમલ ચુડાસમા
અમદાવાદ, તા.૨૯ : શનિવારે વહેલી સવારે ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં લઘુમતી સમાજના આસ્થાના કેન્દ્રસમા પ્રાચીન દરગાહો, કબ્રસ્તાનો અને મસ્જિદને શહીદ કરાતા તેના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ અંગે અનેક સંસ્થાઓ, સામાજિક તથા રાજકીય તથા ધાર્મિક આગેવાનોએ સરકારના આ કૃત્યને વખોડી કાઢ્યું છે. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉગ્ર વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણમાં જે ડિમોલિશન કરાયું તે ગેરકાયદે છે. ડિમોલિશનમાં આટલી ઉતાવળ કેમ કરી ? તેવો પ્રશ્ન તેમણે સરકારને કર્યો હતો. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે ૨૩મીએ આધાર પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું સામાપક્ષે તેના પુરાવા પણ રજૂ કર્યા છે. અનેક વખત સમાધાન માટે બોલાવ્યા હતા. મેટર કોર્ટમાં ચાલતી હતી એમાં પણ પુરાવા આપ્યા હતા આમ છતાં કલેક્ટરે ઓર્ડર કરવો પડે કે આધાર-પુરાવા બરોબર નથી. તેમણે કંઈક તો જવાબ આપવો પડે. કોઈ હુકમ કર્યા વગર આ કાર્યવાહી કરી છે. કાર્યવાહી વેળા ધાર્મિક સંસ્થાના વડા કે ટ્રસ્ટીને નજરકેદ કરાયા. અત્રે નોંધનીય છે કે અમદાવાદની હોટલમાં વકફ બોર્ડ સુધારા બિલ મુદ્દે જેપીસીની બેઠક મળી હતી જેમાં ભાજપ સરકાર, ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સહિતના પક્ષકારોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. આ મીટિંગમાં સુરતની મહાનગરપાલિકા ઓફિસ બિલ્ડિંગ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી અને છૈંસ્ૈંસ્ પ્રમુખ ઓવૈસી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું હતું કે હર્ષ સંઘવીએ સરકાર વતી એક ડોઝિયર રજૂ કર્યું હતું. જેમાં વકફ લઘુમતી સમુદાયના અધિકારીઓનો મુદ્દો આગળ ધરીને રાષ્ટ્રીય હિતને ધ્યાને રાખતી નથી. તેઓ માત્ર મુસ્લિમોનું હિત જુએ છે. આની સામે ઓવૈસીએ દલીલ રજૂ કરી હતી કે, વકફ સુધારા બિલ દ્વારા સરકાર લઘુમતી સમુદાયનો હક છીનવાનો પ્રયાસ કરી રહી છે. આ ચર્ચાના થોડા સમય બાદ ગીર સોમનાથના વહીવટી તંત્રએ છેલ્લી નોટિસ પાઠવી હતી. પ્રભાસપાટણમાં મેગા ડિમોલિશન માટે આજુબાજુના ત્રણ જિલ્લાની પોલીસને રાતોરાત ખડકી દેવામાં આવી હતી. સોમનાથની યુનિ.માં રાજ્યપાલનો પદવીદાન સમારોહનો પ્રવાસ અગાઉથી નક્કી હતો. રાજ્યપાલના બંદોબસ્તમાં પણ પોલીસ જવાનોની જરૂર હતી. આમ છતાં ડિમોલિશનની કાર્યવાહી વહેલી સવારે હાથ ધરી ઓપરેશન પાર પાડ્યું હતું.