જે લોકો બીજાઓ સાથે ખરાબ વર્તાવ કરે છે, તેઓ અલ્લાહના કરમથી વંચિત રહે છે. – હદીસ બોધ
બોધ વચન
બીજાઓના અનુભવમાંથી તમે ડહાપણ શીખો છો તો તેઓની નિષ્ફળતામાંથી તમારી ભૂલો સુધારો. -ચેસ્ટર ફિલ્ડ
આજની આરસી
૩૧ ઓક્ટોબર ગુરૂવાર ર૦૨૪
૨૭ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ ચૌદસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૩
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
યે નગ્મા ગુલ-ઓ-લાલા કા નહીં પાબંદ બહાર હો કે ખઝાં લા ઈલાહાઈલ્લાહ
સુંદર કવિતા વસંતને આધીન નથી. દુઃખમાં અલ્લાહને યાદ કરવામાં આવે છે પણ સુખ હોય કે દુખ, ખુદાની બંદગી ચાલુ રાખવી જોઈએ. અલ્લાહ સિવાય કોઈ માબૂદ નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)