ન્યુઝીલેન્ડ ર૩પ રનમાં સમેટાયું રવીન્દ્ર જાડેજાની પાંચ અને સુંદરની ચાર વિકેટ
મુંબઈ, તા.૧
વિલયંગ (૭૧) અને ડેરીલ મિચેલ (૮૧)ની અર્ધ શતકીય ઈનિંગ છતાં અત્રે આજથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ન્યુઝીલેન્ડની ટીમ ર૩પ રનમાં સમેટાઈ ગઈ છે. ભારત માટે રવીન્દ્ર જાડેજાએ સૌથી વધારે પાંચ જ્યારે વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ ઝડપી. આકાશદીપ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. કપ્તાન ટોમ લાથમે પણ ર૮ રનની ઈનિંગ રમી હતી.
મુંબઈ, તા.૧
સરફરાઝ ખાને શુક્રવારે મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રચિન રવિન્દ્રને જોરદાર વિદાય આપી. રચિન ન્યુઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને સિરીઝમાં બંને ટેસ્ટ જીતવામાં તેની મહત્ત્વની ભૂમિકા રહી છે. પ્રથમ દિવસના પ્રથમ સેશન દરમ્યાન રચિન વોશિંગ્ટન સુંદરના એક બોલથી ચકિત થઈ ગયો. જે તેના સ્ટમ્પને ટકરાઈ ગયો. સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહેલા સરફરાઝે આઉટ થયા બાદ જોરદાર ઉજવણી કરી. રચિનને વિદાય આપી આઉટ થયા બાદ રચિન સ્તબ્ધ થઈ ગયો કારણ કે સરફરાઝ ખાન તેની મજાક ઉડાવતા દેખાયો. આ સુંદરનો શાનદાર બોલ હતો. જેણે સિરીઝમાં ત્રીજીવાર રવિન્દ્રની મોટી વિકેટ પ્રાપ્ત કરી. આ પહેલા ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઝડપી બોલર આકાશદીપે ડેવોન કોન્વેને ૧૧ બોલમાં ચાર રન બનાવી એલબીડબ્લ્યુ આઉટ કર્યો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ટેસ્ટમાં ભારત પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરશે.