BCCI ના એક અધિકારી અનુસાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ આ ચાર દિગ્ગજમાંથી બેની કારકિર્દી સમાપ્ત થઈ શકે છે
નવી દિલ્હી, તા.૫
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચોની સિરીઝમાં ૦-૩થી વ્હાઈટવોશ થયા બાદ બીસીસીઆઈ મૂલ્યાંકન કરશે અને ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ અમુક દિગ્ગજ ખેલાડીઓની આ ફોર્મેટમાં કારકિર્દી સમાપ્ત થઈ શકે છે. બીસીસીઆઈ ડબ્લ્યુટીસીના આગામી ચક્રની શરૂઆત પહેલા અનુભવી ખેલાડીઓને તબક્કાવાર બહારનો રસ્તો બતાવવાનું મન બનાવી રહ્યું છે. આ વાતની ઘણી વધારે સંભાવના છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ રોહિત શર્મા, વિરાટ કોહલી, અશ્વીન અને જાડેજામાંથી ઓછામાં ઓછા બે માટે અંતિમ સિરીઝ હોઈ શકે છે. આ ચારેય ખેલાડીઓ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ ગોપનીયતાની શરતે કહ્યું કે આનું ચોક્કસ રીતે આકલન કરવામાં આવશે અને આ અનોપચારિક હોઈ શકે છે. કારણ કે ટીમ ૧૦ નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે. આ એક મોટી હાર છે. પણ ઓસ્ટ્રેલિયા સિરીઝ નજીક છે અને ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. એટલા માટે હાલ કોઈ ફેરફાર થશે નહીં. તેમણે કહ્યું કે ભારત જો ઈંગ્લેન્ડમાં રમાનારી ડબ્લ્યુટીસી ફાઈનલ માટે ક્વોલિફાઈ નહીં કરે તો આ વાતની ઘણી સંભાવના છે કે આ ચારેયમાંથી અમુક નામ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચોની સિરીઝમાં હશે નહીં. આ ચારેય ઘરેલુ મેદાન પર સંભવત એક સાથે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી લીધી છે. એવું કહેવાય છે કે બીસીસીઆઈ ર૦૧૧ની સ્ટોરીનું પુનરાવર્તન કરવા માંગતી નથી જ્યારે ટીમનું પ્રદર્શન કથળ્યું હતું.