જે માણસ નાની સરખી નેકી કરશે તે તેની સામે આવશે અને જે નાની સરખી બુરાઈ કરશે તે પણ તેની સામે આવશે. (હદીસ બોધ)
બોધ વચન
મૃત્યુ નહીં પણ મૃત્યુનું કારણ વ્યક્તિને શહીદ બનાવે છે. -નેપોલિયન
આજની આરસી
૮ નવેમ્બર શુક્રવાર ર૦૨૪
પ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ સાતમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૭
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૮
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
બહક કર બાગ-એ-જન્નતસે, ચલા આયા થા દુનિયામેં,
સુના હૈ બાદ-એ મેહશર ફીર ઉસી જન્નતકી દાવત હૈ,
ચલા તો જાઉં ઈસી જન્નતમેં મગર યે સોચકર ચૂપ હું,
મૈં આદમજાત હું, મુઝકો બેહક જાનેકી આદત હૈ
(માનવી) શયતાનના બહેકાવાથી જન્નતમાંથી દુનિયામાં આવ્યો. કયામત પછી ફરી જન્નતની દાવત છે, ચાલ્યો જઈશ પણ ચૂપ છું કે હું માનવી માત્ર ભૂલને પાત્ર છું, જન્નતમાં ફરી ગુનો કરીશ તો પાછું દુનિયામાં આવવું પડશે ! યા અલ્લાહ, જાનતે હુએ યા અન્જાનોમેં ગુનાહ કીયે હોં તો માફ કરના. આમીન. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)