(એજન્સી) જયપુર, તા.૬
જયપુરના ફૂલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત પરિવારની મહિલાઓ પર તેમના ઘરમાં જાતિય હિંસા અને હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યારે તેઓએ છેડતીનો વિરોધ કર્યો હતો. આ કેસમાં એક સપ્તાહથી વધુ સમય વીતી જવા છતાં પોલીસ એકપણ આરોપીને પકડી શકી નથી, જેના કારણે સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના ૨૬ ઓકટોબરે ઢીંઢા ગામમાં બની હતી, જેમાં ગુર્જર પરિવારના કેટલાક લોકોએ કથિત રીતે બૈરવા સમુદાયની મહિલાઓ પર હુમલો કર્યો હતો. ફરિયાદી નોરતમલ બૈરવા (૨૮) દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ, ૨૬ ઓકટોબરના રોજ, જ્યારે તે જયપુર ગયો હતો, ત્યારે લગભગ ૫ વાગ્યે તેની પત્ની, ભાભી, સગીર ભાભી અને માતા ઘરે હાજર હતા. દરમિયાન, પાડોશી મોહન લાલ ગુર્જર ઉર્ફે મોનુ, રામ ગુર્જર, તેની માતા કમલા દેવી, પત્ની સુમિત્રા દેવી, પિંકી અને અન્ય લોકો લાકડીઓ અને હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા. હ્લૈંઇ મુજબ, આરોપીઓએ મહિલાઓને ઘેરી લીધી અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો, મહિલાઓના કપડા ફાડી નાખ્યા અને તેમને અર્ધ નગ્ન કરી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, એક સગીરને એટલી મારવામાં આવી હતી કે તે બેહોશ થઈ ગઈ હતી જ્યારે મહિલાનું મંગળસૂત્ર તોડી નાખવામાં આવ્યું હતું અને ઘરમાંથી ૫,૦૦૦ રૂપિયા પણ છીનવાઈ ગયા હતા. પીડિત મહિલાને માથા, ચહેરા, ગરદન અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપીઓએ તેમને બળજબરીથી દૂર ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે, ૨૭ ઓક્ટોબરના રોજ રામ ગુર્જર અને શ્યોજી રામ ગુર્જર પીડિત પરિવારના માતાના ઘરે પહોંચ્યા અને ધમકી આપી કે જો કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ તેમને મારી નાખશે. આરોપીઓએ કહ્યું કે તેઓ ધડ ચમાર બૈરવાઓ સાથે પણ આવું જ કરશે અને મહિલાઓને પણ બક્ષશે નહીં. દલિત સમાજના લોકોએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક દલિત અધિકાર કાર્યકર્તા જિતેન્દ્ર બૈરવાએ ધ મુકનાયકને જણાવ્યું હતું કે, આ મામલો વાસ્તવમાં છેડતીના વિરોધને કારણે ઉભો થયો હતો. મહિલાઓ તેમના ઘરની નજીકના મંદિરમાંથી પરત ફરી રહી હતી ત્યારે આરોપી પક્ષના પુરૂષોએ તેમના પર કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેની ભાભી હિંમતવાન હતી અને તેથી ટિપ્પણીઓને અવગણી ન હતી પરંતુ યોગ્ય જવાબ આપ્યો હતો, જેનાથી બેકાબૂ પુરૂષો ગુસ્સે થયા હતા. જિતેન્દ્રએ કહ્યું, એક દલિત છોકરી પાસેથી આવી વાતો સાંભળીને તેઓ ગુસ્સે થઈ ગયા, જેના કારણે ઝઘડો થયો. આ કેસના એક સપ્તાહ બાદ પણ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ જાણી જોઈને કાર્યવાહી કરવામાં વિલંબ કરી રહી છે. જિતેન્દ્ર બૈરવાએ કહ્યું કે, આરોપી પક્ષ હવે ગામમાં પંચ પટેલોને ભેગા કરીને પંચાયત કરી રહ્યો છે, નોરતમલ બૈરવા અને તેના પરિવાર પર હ્લૈંઇ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નોરત બૈરવાએ ધ મૂકનાયકને જણાવ્યું કે, આરોપી પક્ષ તેનો પાડોશી છે પરંતુ આ પહેલા બંને પરિવારો વચ્ચે કોઈ વાતને લઈને કોઈ વિવાદ કે ઝઘડો થયો ન હતો. આ મારપીટ અને જાતિય હિંસા ત્યારે જ કરવામાં આવી હતી જ્યારે તેની ભાભીએ છેડતીનો વિરોધ કર્યો હતો. નોરતે એ પણ જણાવ્યું કેે, પોલીસને છેડતી વિશે જણાવવામાં આવ્યું હતું પરંતુ હ્લૈંઇમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું કે, પીડિતાનો પરિવાર હજુ પણ ગભરાટમાં છે. બંને મહિલાઓ ડરના માર્યા પોતાના વડીલોના ઘરે ચાલી ગઈ હતી. એસએમએસ હોસ્પિટલમાં સારવાર બાદ સગીરને ઘરે લાવવામાં આવી છે, પરંતુ આંતરિક ઇજાઓને કારણે તેની હાલત સારી નથી. પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ ૧૮૯(૨) કલમ ૧૧૫(૨), ૧૨૬(૨), ૭૪, ૩૩૩, ૩૫૨, ૩૫૧(૨), ૩૦૩(૨) અને કલમ ૩(૧)(સ), ૩(૧)(વ) તેમજ જીઝ્ર/જી્ એક્ટના ૩(૨)(વઅ) હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ સંભાર સર્કલ ઓફિસર અનુપમ મિશ્રા કરી રહ્યા છે. જ્યારે આ કેસમાં પોલીસનો પક્ષ જાણવા માટે તપાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હું વ્યસ્ત છું અને પછી વાત કરીશ.