૧૯૮રમાં ઈરાકના દુજૈલમાં આરોપીએ સદ્દામ હુસૈનની હત્યા કરવા પ્રયાસ કરેલ અને તેના બદલે સદ્દામ હુસૈને ૧૪૮ શિયા સમુદાયના લોકોના પ્રાણ પણ લઈ લીધા હતા.
ર૪ વર્ષ બાદ સદ્દામ હુસૈનને ફાંસી આપવાનું કારણ બન્યું. હવે લેબેનોનમાં સૈનિક નહીં પરંતુ નિર્દોષ નાગરિકોની હત્યાના ગુનામાં નેતાન્યાહુને ફાંસી અપાશે ? વળી નિર્દોષ પેલેસ્ટીનના નાગરિકોની હત્યાનો કેસ તો અલગ થાય પરંતુ જો આમ નહીં થાય તો લોકો ક્યાં સુધી સહન કરશે ?
આ વર્ષે સપ્ટેમ્બરમાં, હિઝબુલ્લાહના સભ્યોના પેજર્સ અને વોકી-ટોકીઝને નિશાન બનાવતાં દૂરસ્થ વિસ્ફોટો થતાં કરિયાણાની દુકાનો, ઘરો અને શેરીઓમાં અનેક નાગરિકો પણ ભોગ બન્યા હતા
(એજન્સી) તા.૧૧
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ રવિવારે પ્રથમ વખત જાહેરમાં એ સ્વીકાર કર્યો હતો કે, તેમણે હિઝબુલ્લાહ પર સપ્ટેમ્બરમાં થયેલા પેજર હુમલા માટે મંજૂરી આપી હતી જેમાં લેબેનોનમાં સેંકડો સંચાર ઉપકરણો વિસ્ફોટ થયા હતા. તેમના પ્રવક્તા, ઓમર દોસ્તરીએ આ હુમલા અંગે પત્રકારોને જણાવ્યું કે, નેતાન્યાહુએ રવિવારે પુષ્ટિ કરી છે કે તેમણે લેબેનોનમાં પેજર ઓપરેશનને લીલી ઝંડી આપી હતી.
ઈરાન સમર્થિત આતંકવાદી જૂથને મોટો ફટકો આપતા આ વિસ્ફોટો માટે લેબેનીઝના સરકારી અધિકારીઓ અને હિઝબુલ્લાહે ઈઝરાયેલને દોષી ઠેરવ્યું હતું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. સપ્ટેમ્બરના મધ્યમાં હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોમાં સતત બે દિવસ સુધી સુપરમાર્કેટમાં, શેરીઓમાં વિસ્ફોટ થયા હતા. આ દૂરસ્થ હુમલામાં લગભગ ૪૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૩,૦૦૦ ઘાયલ થયા હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૩ સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા ૧,૯૬૪ સહિત, ઓકટોબર ૨૦૨૩માં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેની અથડામણો શરૂ થઈ ત્યારથી લેબેનોનમાં ૩,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે.
લેબેનોને કહ્યું હતું કે તેણે ઇઝરાયેલને દોષી ઠેરવતા ઘાતક હુમલાઓ અંગે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીમાં ફરિયાદ નોંધાવી છે. લેબેનીઝના શ્રમપ્રધાન મુસ્તફા બાયરામે આ હુમલાને માનવતા વિરુદ્ધ, ટેક્નોલોજી વિરુદ્ધનું ભયંકર યુદ્ધ ગણાવ્યું હતું, અને પુષ્ટિ આપી હતી કે તેમના દેશે જિનીવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનમાં ફરિયાદ નોંધાવી છે. યુએન સંવાદદાતાઓના સંગઠન છઝ્રછદ્ગેં દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્વિસ શહેરમાં પત્રકારોને કહ્યું હતું કે, આ એક ખૂબ જ ખતરનાક ઉદાહરણ છે.
બાયરામે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ ઇઝરાયેલનો હાથ છે. અમુક જ મિનિટોમાં, ૪,૦૦૦થી વધુ નાગરિકો શહીદ અને ઘાયલ અને અપંગ થયા હતા. ઘણા લોકોએ તેમની આંગળીઓ ગુમાવી દીધી છે; કેટલાક લોકોએ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી છે. અમે એવી પરિસ્થિતિમાં છીએ જ્યાં સામાન્ય વસ્તુઓ, વસ્તુઓ તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો તે ખતરનાક અને ઘાતક બની જાય છે. જો તેને રોકવામાં નહીં આવે તો, આવા ગુના સામાન્ય બની શકે છે અને આ ફરિયાદ દાખલ કરવાનો હેતુ ભવિષ્યમાં આવા ગુનાઓ બનતા અટકાવવા માટે હતો. હું તેને મારા દેશ અને વિશ્વની નૈતિક જવાબદારી માનું છું.
હિઝબુલ્લાહ પર પેજર હુમલો એ એક અત્યાધુનિક ‘બૂબી-ટ્રેપ’ ઓપરેશન હતું અને તે ગેરકાયદેસર પણ હતું. સપ્ટેમ્બરમાં, એક યુએસ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે આ ઇઝરાયેલ દ્વારા આયોજિત ઓપરેશન હતું, અને આ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હશે તેની આસપાસ અનેક સિદ્ધાંતો સામે આવ્યા હતા. કેટલાક નિષ્ણાતોએ સમજાવ્યું કે કેવી રીતે વિસ્ફોટ મોટાભાગે સપ્લાય-ચેઈનમાં છેડછાડનું પરિણામ હતું. ખૂબ જ નાના વિસ્ફોટક ઉપકરણો હિઝબુલ્લાહને તેમની ડિલિવરી પહેલાં પેજરમાં મૂકવામાં આવ્યા હોઈ શકે છે, અને પછી તે બધા એકસાથે રિમોટલી ટ્રિગર થઈ શકે છે, અને સંભવતઃ રેડિયો સિગ્નલ દ્વારા કરવામાં આવ્યા હતા. પૂર્વ બ્રિટીશ આર્મી બોમ્બ નિકાલ અધિકારીએ સમજાવ્યું કે વિસ્ફોટક ઉપકરણમાં પાંચ મુખ્ય ઘટકો હોય છેઃ એક કન્ટેનર, બેટરી, ટ્રિગરિંગ ડિવાઇસ, ડિટોનેટર અને વિસ્ફોટક ચાર્જ.
બ્રિટિશ આર્મીના પૂર્વ અધિકારી અને વિસ્ફોટક નિકાલ નિષ્ણાત સીન મૂરહાઉસે જણાવ્યું હતું કે, આ વિડિયોને જોતાં, વિસ્ફોટનું કદ ઇલેક્ટ્રિક ડિટોનેટર અથવા અત્યંત નાના, ઉચ્ચ-વિસ્ફોટક ચાર્જને સમાવિષ્ટ કરેલા વિસ્ફોટના કદ જેવું જ છે. મૂરહાઉસે કહ્યું હતું કે, આ રાજ્યની સંડોવણીનો સંકેત આપે છે અને ઇઝરાયેલની વિદેશી ગુપ્તચર એજન્સી મોસાદ આવા હુમલાને અંજામ આપવા માટે સંસાધનો ધરાવનાર સૌથી સ્પષ્ટ શંકાસ્પદ એજન્સી છે.