સાચું બોલો, ભલે પછી તેના કારણે નુકસાન થતું હોય. (હદીસ બોધ)
બોધ વચન
દરેક વ્યક્તિ પોતાની ભૂલોને અનુભવ તરીકે ઓળખાવે છે. – ઓસ્કાર વાઈલ્ડ
આજની આરસી
૧૩ નવેમ્બર બુધવાર ર૦૨૪
૯ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ બારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૦
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મેહરૂમ રહા દૌલત-એ-દરિયાસે વો ગવ્વાસ,
કરતા નહીં જો સોબત-એ-સાહિલસે કિનારા
જે મરજીવા (ગવ્વાસ) દરિયા કિનારે બેસી રહે છે, દરિયામાં ઊંડે છલાંગ મારતા નથી તેમને કયારેય મોતીનો ખજાનો મળતો નથી. જે યુવાન સખત મહેનત કરતો નથી, કામ માટે કમીટેડ નથી તે જિંદગીમાં સિદ્ધીઓ પ્રાપ્ત કરી શકતો નથી. જે સમાજ, પ્રજા તેના ભવિષ્ય માટે જાગ્રત નથી, મહેનતુ, ઉદ્યમી નથી તે પછાત અને ગરીબ જ રહે છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)