યુનિવર્સિટી શાંતિપૂર્ણ સંવાદ અને વિદ્યાઉપાર્જનનું સ્થળ છે, તે અભિપ્રાય અને ચર્ચાને ગૂંગળાવી નાખવા માટેનું સ્થળ નથી
યુનિવર્સિટી ચોક્કસપણે એવું સ્થળ નથી કે જ્યાં અભિપ્રાયને વાચા આપનાર કોઇ પણ વિદ્યાર્થી કે અધ્યાપકને ડરાવવા, ધમકાવવા, અટકાયત કરવા, પૂછપરછ કરવા અને ધરપકડ કરવા માટે પોલીસને છૂટોદોર આપી શકાય
એક અભૂતપૂર્વ અને કાળા કાયદા જેવા પગલાંમાં દિલ્હી પોલીસના કર્મચારીઓ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સંકુલમાં પ્રવેશ્યા અને ૯ ફેબ્રુ.ના રોજ અફઝલ ગુરુની ફાંસીની ઘટનાની યાદમાં અને તેના વિરુદ્ધ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘કન્ટ્રી વિધાઉટ અ પોસ્ટઓફિસ‘ મથાળા હેઠળ યોજેલા એક કાર્યક્રમના પ્રતિસાદમાં દિલ્હીના ભાજપ નેતા દ્વારા અનામી વ્યક્તિઓની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી બદઇરાદાયુક્ત ફરિયાદોના આધારે સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં (જેએનયુ) અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) એકમની માગણી પર યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા બેઠક માટેની મંજૂરી રદ કરવાનો નિર્ણય કર્યો બાદ યોજાયેલી કૂચ દરમિયાન કેટલાક શખ્સોએ ‘ભારત કી બરબાદી તક, જંગ ચલેગી‘ સૂત્રના વાંધાજનક સ્વરૂપ અંગે મારા મનમાં કોઇ ચર્ચા કે વિવાદ નથી. પરંતુ તેના કારણે પોલીસ બોલાવીને બેઠક અને ત્યાર બાદની કૂચમાં હાજર રહેલા વિદ્યાર્થીઓની ધરપકડ કરી અને તેમની હેરાનગતિ કરવી યોગ્ય નથી.
ભારતને બરબાદ કરવા માટે યુદ્ધ માટેના સૂત્રો પોકારવા એટલા જ મૂર્ખામીભર્યા અને પ્રતિગામી છે જેટલી કાશ્મીરમાં આઝાદીની માગણી કરનાર કોઇ સામે હિંસા આચરવી. આવા જ સૂત્રો આરએસએસ સાથે સંકળાયેલા ગુંડાઓએ પણ પોકાર્યા હતા. જેમ કે દૂધ માંગોગે તો ખીર દેગે, કાશ્મીર માંગોગે તો ચીર દેંગે’ સૂત્રોચ્ચાર તે પછી ભારત તરફી હોય કે ભારત વિરોધી હોય પરંતુ તેના કારણે એક એવો ઘોંઘાટ ઊભો થાય છે જે લોકોની જીંદગીઓ, પ્રદેશો, ઇતિહાસ અને ભવિષ્ય અંગેની વાતચીત અશક્ય બનાવે છે. યુનિવર્સિટી એક એવું સ્થળ છે કે જ્યાં આ પ્રકારની વાતચીત થવી જોઇએ. જેએનયુ ઐતિહાસિક રીતે રાજકીય અને સામાજિક વાસ્તવિકતાઓ અંગે મૂળભૂત પ્રશ્નો અંગેની ચર્ચાને હંમેશા આવકારી છે. આ કોઇ અસાધારણ વાત નથી પરંતુ સામાન્ય છે. વિદ્યાર્થીઓ અને યુવાનોના માનસમાં ભારતમાં ફાંસીની સજાની પાશવી પ્રથા જાળવી રાખવા અંગે પ્રશ્નો અને શંકાઓ ઊભી થાય તે સંપૂર્ણપણે સામાન્ય છે. આથી યુનિવર્સિટી જેવા સ્થળમાં આ પ્રકારની શંકા અને પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે.
જો દેહાંત દંડની સજા સામે પ્રશ્ન ઉઠાવીને ચર્ચા કરવી તે દેશદ્રોહનો અપરાધ બનતો હોય તો દેહાંત દંડની સજાના ઉપયોગનો વિરોધ કરતા બહુમતી લોકોને (જેમાં લેખકો, ન્યાયમૂર્તિઓ, બુદ્ધિજીવીઓ અને અન્ય ઘણા નાગરિકોનો સમાવેશ થાય છે) દેશદ્રોહના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવા પડશે. પોલીસ દ્વારા જે લોકોની અટકાયત કરવામાં આવી છે અથવા તો જેની પોલીસ શોધ કરી રહી છે એમાંના કોઇ પણ લોકોએ હિંસા ઉશ્કેરાય એવું કહ્યું હોવાનું પુરવાર થઇ શકે તેમ નથી. જે આ લોકોની શાંતિપૂર્ણ મળેલી બેઠક પરથી સ્પષ્ટ થાય છે. અગાઉની એક પોસ્ટમાં લેરેન્સ લિયાંગે જણાવ્યા મુજબ તેમની સ્થિતિ દેશદ્રોહી તરીકે પુરવાર કરવાનો પ્રયાસ પણ કાનૂની રીતે અયોગ્ય છે. યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરે સત્તારુઢ જમણેરી પાંખના બળો (એબીવીપી અને વિદ્યાર્થીઆલમમાં તેમના અસીલો) સામે ઝૂકી જઇને પોલીસને ખુલ્લી અને લોકતાંત્રિક ચર્ચાની સંસ્કૃતિ વિરુદ્ધની કાર્યવાહી કરવા માટે છૂટોદોર આપ્યો તે ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓને તપાસ ચાલે ત્યાં સુધી વર્ગમાંથી તેમજ યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યમાં ભાગ લેવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટી એક એવું સ્થળ છે જ્યાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પ્રત્યેક પ્રશ્ન અંગે પ્રત્યેક દ્રષ્ટિકોણથી વિચારી શકે છે. યુનિવર્સિટી એ શાંતિપૂર્ણ સંવાદ અને વિદ્યા ઉપાર્જનનું સ્થળ છે નહીં કે અભિપ્રાય અને ચર્ચાને ગળાટૂંપો આપીને ગુંગળાવવાનું. યુનિવર્સિટી ચોક્કસપણે એવું સ્થળ નથી કે જ્યાં કોઇ પણ વિદ્યાર્થી કે પ્રાધ્યાપકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે તેમને ધમકાવવા, તેમની અટકાયત કરવા, તેમની પૂછપરછ કરવા અને તેમની ધરપકડ કરવા માટે પોલીસને છૂટોદોર આપવો જોઇએ.
જ્યારે અને જો કેમ્પસ પર વાંધાજનક અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવે તો તેનો પ્રતિકાર કરવાનો એક માત્ર માર્ગ હું ફરીથી દોહરાવું છું કે તેના અંગે મુક્ત ચર્ચા, મુક્ત શિક્ષણ, મુક્ત અધ્યાપનનો છે નહીં કે પોલીસ કાર્યવાહીનો.આ સંજોગોમાં જેએનયુના વાઇસ ચાન્સેલર પોલીસને યુનિવર્સિટી છોડી જવા તત્કાળ જણાવે તેવી માગણી કરવી વાજબી છે. એટલું જ નહીં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ સહિત ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને તત્કાળ છોડી મૂકવા જોઇએ અને તેની વિરુદ્ધના આરોપો તત્કાળ પડતા મૂકવા જોઇએ. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ એકત્ર થઇને અભિપ્રાયને વાચા આપવા બદલ સસ્પેન્શન કે અન્ય શિસ્ત ભંગ કાર્યવાહીનો સામનો કરવો જોઇએ નહીં. હું એવું માનું છું કે તમામ સમજદાર લોકો, શિક્ષકો, વિદ્યાર્થી, કર્મશીલો, બુદ્ધિજીવીઓ, લેખકો અને કલાકારોએ યુનિવર્સિટીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બચાવ માટે આગળ આવવું જોઇએ અને વિદ્યાધામમાં શાંતિ અને સ્વતંત્રતા જળવાય તે માટે સક્રિય રીતે કામ કરવું જોઇએ.
-શુદ્ધબ્રતાસેન ગુપ્તા ભારતભરની