મા સાથે અત્યંત પ્રેમપૂર્વક વર્તવું જોઈએ. – હદીસ બોધ
બોધ વચન
બધી કલાઓ કશાકને અસ્તિત્વમાં લાવવામાં સમાયેલી છે. -એરિસ્ટોટલ
આજની આરસી
૧૬ નવેમ્બર શનિવાર ર૦૨૪
૧૩ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ એકમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૧
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
હૈરત હૈ કે તાલીમ-ઓ-તરક્કી મેં હૈ પીછે
જિસ કૌમકા આગાઝ હી ઈકરા સે હુઆ થા
મુસલમાનો શૈક્ષણિક રીતે પછાત છે, વર્તમાન યુગ સાથે કદમ મિલાવી શકે તેવું શિક્ષણ તેમની પાસે નથી. આ સ્થિતિથી વ્યથિત થઈ અલ્લામાને આશ્ચર્ય થાય છે કે જે કોમની ‘શરૂઆત જ શિક્ષણથી (ઈકરા) થઈ’ હતી તેની આજે શિક્ષણમાં જ બદતર હાલત છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)