૨૩ સપ્ટેમ્બરથી ઇઝરાયેલના લશ્કરે લેબેનોનના હવાઈ હુમલા વધુ ભીષણ અને સખત બનાવ્યા
(એજન્સી) બૈરૂત, તા.૧૫
છેલ્લા એક મહિનાથી લેબેનોન પર ઇઝરાયેલના લશ્કર દ્વારા વધુ ભયાનક રીતે અને વધુ ભીષણ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે તબીબો અને બચાવ પર ટુકડીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. ગઈકાલે એટલે કે ગુરૂવારે ૪ મૂળ લેબેનોન પેરા મેડિકની એટલે કે તબીબ કર્મીઓની ઇઝરાયેલના લશ્કરે હત્યા કરી નાખી હતી. દક્ષિણ નબાટીયા વિસ્તારમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં કુલ છ તબીબી કાર્યકરો માર્યા ગયા હતા.
ઇમરજન્સી સારવારની સુવિધા ધરાવતા કેમ્પ ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે કેમ કે તબીબી કર્મચારીઓ અને તબીબી ટુકડીઓ તથા ડોક્ટરો અને બચાવકાર ટુકડીઓ અત્યંત ગંભીર અને ભયાનક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. ગાઝા પટ્ટી પર નવેસરથી હવાઈ હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા તેવું જાહેર થયું છે. ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીમાં ઘાયલ તથા લોકોને મદદ કરવા માટે પેરામેડિક અને નાગરિક સુરક્ષાની કાર્યવાહી અને કામગીરી ખૂબ જ નિર્ણાયક બને છે ત્યારે એમના પરના હુમલા ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં લોકોનાં મોત થયા છે અને બીજા અનેક ઘાયલ થયા છે અને માનવતા વાદી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે તેમ જાહેર થયું છે. ગાઝાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે નવેસરથી થયેલા હવાઈ હુમલામાં ૨૪ પેલેસ્ટીની નાગરિકો મારી આ ગયા હતા અને બીજા ૧૧૨થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.