International

UNના અહેવાલમાં ગાઝામાં ઇઝરાયેલનીક્રૂરતાને નરસંહાર જેવું વર્ણવવામાં આવ્યું

(એજન્સી) તા.૧૬
યુએન સ્પેશિયલ કમિટીના નવા અહેવાલમાં ગાઝામાં ઇઝરાયેલના આચરણને ‘નરસંહારની લાક્ષણિકતાઓ સાથે સુસંગત’ તરીકે વર્ણવવામાં આવ્યું છે, જેમાં સામૂહિક નાગરિક જાનહાનિ અને ભૂખમરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. સીએનએન અહેવાલમા આ દાવો કરવામાં આવ્યો હતો. યુએન સમિતિએ ઇઝરાયેલ પર ‘ઇરાદાપૂર્વક મૃત્યુ, ભૂખમરો અને ગંભીર ઇજા પહોંચાડવાનો’ આરોપ મૂક્યો હતો. ‘ગાઝાની ઘેરાબંધી, માનવતાવાદી સહાયમાં અવરોધ, લક્ષ્યાંકિત હુમલાઓ અને નાગરિકો અને સહાયક કર્મચારીઓની હત્યા સાથે, ઇઝરાયેલ, યુએનની વારંવારની અપીલ, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સુરક્ષા પરિષદના ઠરાવોના બંધનકર્તા આદેશો છતાં, ઇરાદાપૂર્વકના કૃત્યો કરવાનું ચાલુ રાખી રહ્યું છે. યુદ્ધની પદ્ધતિ તરીકે ભૂખમરોનો ઉપયોગ કરીને અને પેલેસ્ટીની વસ્તી પર સામૂહિક સજા લાદતા, ભૂખમરો અને ગંભીર ઇજાઓનું કારણ બને છે, ‘સીએનએનએ યુએન સમિતિના પ્રકાશનને ટાંકીને અહેવાલ આપ્યો હતો. ‘ઇઝરાયેલી સૈન્ય દ્વારા ભારે બોમ્બમારા વડે છૈં-સહાયિત લક્ષ્યાંકનો ઉપયોગ, ન્યૂનતમ માનવ દેખરેખ સાથે, નાગરિકો અને લડવૈયાઓ વચ્ચે તફાવત કરવાની અને નાગરિકોના મૃત્યુને રોકવા માટે પર્યાપ્ત સલામતી લેવાની તેની જવાબદારી માટે ઇઝરાયેલની અવગણના પર ભાર મૂકે છે. ઇઝરાયેલે બૈરૂતમાં હિઝબુલ્લાહના સ્થાનોને વારંવાર નિશાન બનાવ્યા છે, ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ શુક્રવારે અહેવાલ આપ્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલમાં જણાવાયું છે કે હુમલાના અડધા કલાક પહેલા સ્થળાંતર કરવાની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ, દહિયાહ તરીકે ઓળખાતા હિઝબુલ્લાહના ગઢ તરીકે ઓળખાતા બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં અનેક પ્રસંગોએ મિસાઈલો ત્રાટકી હતી.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.