લેબેનોન અને ગાઝાના સમર્થનમાં અને ચાલી રહેલા ઇઝરાયેલી નરસંહાર યુદ્ધોની ટીકા કરવા માટે શુક્રવારે હજારો મોરોક્કન અને યમનીઓએ વિરોધ પ્રદર્શન અને એકતાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોરોક્કોમાં, કેનિત્રા, બેરેચિડ, અલ હોસીમા, કલાત મ’ગૌના અને દેશભરના અન્ય શહેરોમાં શુક્રવારની નમાઝ પછી મોટી ભીડ એકઠી થઈ હતી. મોરોક્કન ઉમ્મા સપોર્ટ કમિટી (એક બિન-સરકારી સંસ્થા) દ્વારા આયોજિત રેલીઓમાં પેલેસ્ટીન માટે સતત સમર્થન અને ગાઝા માટે માનવતાવાદી સહાય માટે માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ પેલેસ્ટીન અને લેબેનોન પર ઈઝરાયેલના યુદ્ધને સમાપ્ત કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજધાની સના સહિત ૧૪ રાજ્યોના યમનના હજારો લોકોએ ગાઝા અને લેબેનોન સાથે એકતા દર્શાવી હતી. અલ-કુદસ સપોર્ટ કમિટી દ્વારા આયોજિત આ રેલીઓ સના, સાદા, હજ્જા વગેરે જેવા હોથી સમૂહના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં યોજવામાં આવી હતી. સહભાગીઓએ યમન, પેલેસ્ટીન અને લેબેનોનના ધ્વજ તેમજ હમાસ અને હિઝબુલ્લાહના નેતાઓના ફોટા પ્રદર્શિત કર્યા હતા અને ગાઝા અને લેબેનોનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ગયા વર્ષના હમાસના આક્રમણથી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના ક્રૂર આક્રમણથી પ્રાદેશિક તણાવમાં વધારો થયો છે, જેમાં ૪૩,૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. લેબેનોનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર સંઘર્ષ લેબેનોનમાં ફેલાયો છે અને ઇઝરાયેલે દેશભરમાં જીવલેણ હુમલાઓ શરૂ કર્યા છે. ગયા વર્ષથી ઇઝરાયેલના હુમલામાં ૩,૪૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૪,૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય ચેતવણીઓ હોવા છતાં કે મધ્ય પૂર્વ ક્ષેત્ર પ્રાદેશિક યુદ્ધની અણી પર છે, તેલ અવીવે ૧ ઓકટોબરના રોજ દક્ષિણ લેબેનોન પર જમીન પર હુમલો કરીને સંઘર્ષને વધાર્યો.