તા.૨૦
ભારતમાં કંઈક તો સારું થઈ રહ્યું છે. રોહિત વેમૂલા અને કનૈયા કુમારના ઉદાહરણો જોતાં એવું લાગે છે કે ભારતમાં શિક્ષણ જરૂર કામ કરે છે. મહાનગરોમાં સામાન્ય, નબળા કર્મચારીવાળી, પૂર્વગ્રહ–અને માંદગી ગ્રસ્ત શાળાઓ છે તો અહીં ચુનંદા સંસ્થાઓ પણ છે. શિક્ષણનો હેતુ માત્ર એ નથી કે એ તમને જીવવા માટે આવકનું સાધન પૂરું પાડે છે. પરંતુ ભાષા કુશળતા, મનમેળ, આલોચનાત્મક વિચારશીલતા, સર્જનાત્મકતા અને વિષમ ઘટનાઓ અને વિચારો સાથે જોડાણો બનાવવા માટે સક્ષમતા, સામાજિક જવાબદારી અને એક અર્થમાં વિકાસ અને સારા નાગરિકો બનાવવા હોય તો અમારી સરકારે આવી શાળાઓ અને કોલેજોમાં પોતાનું ભંડોળ પૂરું પાડવું જોઈએ. ભાષા પર પ્રભુત્વ ધરાવવું એ રોહિતની આત્મહત્યા નોંધ અને કનૈયાના ભાષણ પ્રદર્શિત કરે છે. કનૈયાની પ્રવચન કુશળતાએ તેને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ બનાવ્યા છે. તે તેનું પ્રિય વાક્ય કૌન કેહતા હૈ કે આસમાન મે છંદ નહીં હૈ, જરા એક પથ્થર તબિયત સે તો ઉછાલો યારો‘ હમેશા બોલતો રહે છે. એમ કનૈયાના મિત્રો કહે છે. “તેણે રમૂજ સાથે અન્યાય પર હંમેશા ચર્ચાઓમાં સારી રીતે કોલેજમાં પણ ભાગ લેતો હતો’’ જ્યારે ગુંટુર જિલ્લાના રોહિતને કાર્લ સાગન જેવા વિજ્ઞાનના લેખક બનવાની ઇચ્છા હતી. તે ખાલી સ્વપ્ર ન હતી. તેની આત્મહત્યા નોંધ દાર્શનિક રીતે કાવ્યાત્મક છે. આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર અને જટિલ સિદ્ધાંતવાદી રૂક્મિણી નાયર ટિપ્પણી કરે છે કે,“રોહિત વેમુલાની આત્મહત્યા નોંધ એક એવી ક્ષણે જ્યારે તે મૃત્યુ પામી રહ્યો છે એક કુશળ લેખક જાણે અમરત્વને ભેટી રહ્યો હોય તેવી નોંધપાત્ર છે.’’ તેણે સામાજિક ભેદભાવનો સામનો કરવો પડયો, તેણે ભારે આર્થિક ગરીબી સહન કરી, તો પણ રોહિત ખૂબ જ દુ:ખી અને એવા શબ્દો વાપરે છે કે કોઈ વાચક ભ્રમનિરસન થઈ તેની નોંધ વાંચે છે.તે લખે છે કે “હું વિજ્ઞાન, તારા, આકાશ, પ્રકૃતિને પ્રેમ કરું છું. પરંતુ લોકોએ લાંબા સમયથી પ્રકૃતિ પાસેથી છૂટાછેડા લીધા છે. અમારી લાગણીઓને કોઈ સમજી શકતું નથી. અમારા પ્રેમને અવગણવામાં આવે છે. અમારી માન્યતાઓ અને મૌલિક્તાને કૃત્રિમતા કહેવામા આવે છે. સાચે જ દુખી થયા વગર પ્રેમ કરવું મુશ્કેલ બની ગયું છે” કરોડો અભણ લોકો વચ્ચે આપની શિક્ષણ પધ્ધતિમાં અનેક ભૂલો લોકો કાઢી શકે છે. આપણે તેને સંપૂર્ણ કહી શકીએ તેમ નથી. આપણા રાષ્ટ્રપતિ પણ આપણાં શિક્ષણ ધોરણો ઘટી રહ્યા છે તેવી ફરિયાદ કરતાં ચુકતા નથી. સ્મૃતિ ઈરાની, તેમના બોસ અને તેમના પ્રશંસકો માને છે કે નાણાં કમાવવા એ શિક્ષણનો પ્રાથમિક ઉદ્દેશ છે. એટલા માટે જ કદાચ જેએન્યુ ના વિદ્યાર્થીઓને ચૂપ કરી દેવામાં આવ્યા કે તેઓ સરકારની મદદથી શિક્ષણ હાસિલ કરી રહ્યા છે. પણ કનૈયાના ૬૫ વર્ષીય પિતા, જયશંકરે સિંહ, શિક્ષણ શક્તિમાં માને છે, તેમણે કહ્યું કે “હું બહુ ઓછું ભણ્યો છું પણ મે મારા બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થાય તે ઈચ્છું છું. શિક્ષણ અમારા જેવા ગરીબ લોકો માટે સૌથી મોટી મૂડી છે, “ અને, હકીકતમાં સારા શિક્ષણ થકી તેના પુત્રને તેમણે મૂલ્યો શીખવાડયા, તેને કરુણા શીખવી, અસરકારક રીતે તેના વિચારો વ્યક્ત કરવા માટે શીખવ્યું, તેને શબ્દોની શક્તિ શીખવી.
રોહિત અને કનૈયા ખોટા અને દુઃખદ કારણોસર હેડલાઇન્સમાં આવ્યા છે. તેમ છતાં એ હકીકત છે કે આપણી પાસે ઉત્કૃષ્ટ રચના વાળી શિક્ષણ સિસ્ટમ છે કે જે ચોક્કસપણે વિશાળ સુધારાઓ સાથે આવું કરી શકે છે, અને પોતાની જન્મભૂમિ માટે ઊંડો પ્રેમ રાખનાર નોંધપાત્ર નાગરિકો આપી શકે છે એવું આશ્વાસન આપણે લઈ શકીએ છીએ. પુરુષો અને સ્ત્રીઓ પોતાના સપના સાકાર કરી શકે છે અને આ જ વાત ભાજપને હજમ થતી નથી. એટ્લે જ તો ભાજપ પુનરુત્થાન કરતાં ભારત માટે હિન્દૂ રોબોટ્સ પૈદા કરવા ઇચ્છે છે. જે આપણે ક્યારેય એમને ક૨વા.