Downtrodden

મને ગર્વ છે કે મારૃં નામ જાતિમુક્ત સમાજના રોહિત વેમુલાના સંઘર્ષ સાથે રજિસ્ટર થયેલ છે : એક કેદીનો જેલમાંથી પત્ર

યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના દલિત વિદ્વાન રોહિત વેમુલા પ્રસ્તાવનાઃ હું રોહિત વેમુલા માટે ન્યાય મેળવવા માટેના આંદોલન સાથે જોડાણ ધરાવતા યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના વિદ્યાર્થીઓ પૈકી એક છું. અમારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન અમારી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે અમને નિર્દયતાથી માર માર્યો હતો અને અનેક યાતનાઓ આપી હતી અને પછી અમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના વીસી અને પોલીસ દ્વારા અમારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે. સંદર્ભમાં હું જેલમાંથી પત્ર લખી રહ્યો છું.

હું પત્ર હૈદરાબાદની ચેરલપલ્લી સેન્ટ્રલ જેલમાંથી લખી રહ્યો છું. અહીં હું એક કાચા કામનો અને રાજકીય કેદી છું અને મારી ID, ut9609 છે. ૨૨ માર્ચ, ૨૦૧૬ના રોજ પોલીસ દ્વારા હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતેથી મારી ધરપકડ કરવામાં આવી હતી અને એક દિવસ ગેરકાયદે પોલીસ કસ્ટડીમાં રાખ્યા પછી, મને ૨૩ માર્ચના રોજ મોડી રાત્રે જેલમાં મોકલવામાં આવ્યો હતો. મને માનવામાં આવતું નથી કે મેં કશું ખોટું કર્યું નથી તેમ છતાં પણ હવે જેલમાં છું. મને સ્વપ્નમાં પણ કલ્પના હતી કે માત્ર રોહિતના ન્યાય માટેની લડત માટે મને જેલમાં કેદ કરી લેવામાં આવશે. ઉપરાંત મને આશ્ચર્ય થાય છે કે રોહિતને ન્યાય મળે તે માટે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે વિરોધ કરવાના ગુના માટે મારી ધરપકડ કરવામાં આવશે અને નિર્દયતાપૂર્વક પોલીસ દ્વારા યાતનાઓ આપવામાં આવશે અને પછી જેલમાં મોકલવામાં આવશે. એક દુઃખદાયક પ્રસંગ છે અને મેં મારા જીવન દરમ્યાન આવી અનેક યાતનાઓ ભોગવી છે. જો કે, હવે હું જેલમાં એક નવી દુનિયા વિશે શીખવા માંગું છું અને પણ હકીકત છે કે મારૂં નામ એક જાતિમુક્ત સમાજનું નિર્માણ કરવાના રોહિત વેમુલાના સંઘર્ષ સાથે રજીસ્ટર કરવામાં આવ્યું છે તે માટે હું ગર્વ અનુભવું છું. મારૂં નામ મોહમ્મદ હસનુગ્ઝમાં છે અને હું હૈદરાબાદ યુનિવર્સિટીનો એક એમફિલ સંશોધન વિદ્વાન છું. હું પશ્ચિમબંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક ગામમાં રહેતા આર્થિક રીતે પછાત કુટુંબમાંથી આવું છું. હું ઉચ્ચ અભ્યાસ કરીને નોકરી મેળવીને મારા કુટુંબના ઉત્થાન માટે અને સમાજ સુધારણામાં ફાળો આપવા માટે યુનિવર્સિટીમાં આવ્યો છું. મારો પરિવાર હંમેશા સ્વપ્ન જુએ છે કે હું સારી નોકરી કરીને તેઓને ટેકો આપીશ. હું મારા કુટુંબનો એર્વો પ્રથમ વ્યક્તિ છું જેને સરકારી નોકરી મળી શકે તેમ છે. મારા કુટુંબને મારી પાસેથી ઘણી અપેક્ષા છે. પરંતુ મારા કુટુંબને ખબર પડશે કે હું જેલમાં છું તો તેઓ પર શું વિતશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. મારા કુટુંબને ટેકો આપવા ઉપરાંત, હું મારા દેશના એક જવાબદાર નાગરિક તરીકે સમાજની સુખાકારી માટે પણ કામ કરવા માંગું છું.

પરંતુ જ્યારે હું યુનિવર્સિટીમાં આવ્યો તો મેં જોયું કે આપણી સંસ્થાઓમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓને અન્યાય કરવામાં આવી રહ્યું છે. હું દેશનો એક જવાબદાર નાગરિક બનવા ઇચ્છું છું, માટે હું આવા કમજોર અને પછાત લોકો સામે થતાં અન્યાય અને ભેદભાવ સામે મૌન પ્રેક્ષક બનીને રહી શકું નહીં. મેં પણ જોયું કે દેશના વિકાસ અને દેશની પ્રગતિ વચ્ચે સમાજમાં જટિલ સમસ્યાઓ જોવા મળે છે, તેથી મને લાગ્યું કે મારે સમસ્યાઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઇએ અને સમાજને વધુ સારૂં બનાવવા માટે લડવું જોઈએ.

મેં જોયું કે રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા દલિતો સામે ભેદભાવ અને અન્યાયનું એક ઉદાહરણ છે. રોહિતે પોતાનું જીવન એટલા માટે ગુમાવવું પડ્યું કારણ કે તેઓ દલિતોના અધિકારો માટે અને ભેદભાવ સામે અસહમતી દર્શાવતા હતા. માટે તેને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી હતી. રોહિત વેમુલા મારા ખાસ મિત્ર હતા. હું અહીં આવ્યો ત્યારથી અમારી મિત્રતા હતી. તેના મૃત્યુએ મને ખૂબ આઘાત આપ્યો છે. તેથી, રોહિતને ન્યાય મળવો જોઈએ માટે લડતમાં સામેલ થયો. અમે ત્રણ મહિના કરતાં વધારે સમય સુધી ન્યાય માટે સંઘર્ષ કરતાં રહ્યા પરંતુ બધું વ્યર્થ ગયું. આજે અપરાધીઓ દિવસના અજવાળામાં પણ મુક્તપણે ફરે છે અને સરકાર તેઓને ઉત્તેજન આપે છે. યુનિવર્સિટીના વીસી લાંબા ગેરહાજરી પછી ૨૨ માર્ચે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે પાછા ફર્યા. હકીકત જાણવા છતાં કે એટ્રોસિટિઝ એક્ટ /ST નિવારણ એક્ટ હેઠળ તેમની સામે તપાસ ચાલી રહી છે તેમ છતાં પણ તેઓએ ફરી વીસીનો હોદ્દો સંભાળ્યો હતો. અમે બધા વિદ્યાર્થીઓને તેમની વીસી પદે ગેરકાયદે કબજો કરવાની નીતિને કારણે દુઃખ થયું હતું અને અમે અપસેટ થઈ ગયા હતા. તેમ છતાં પણ અમે શાંતિથી તેની સામે વિરોધ કરી રહ્યા હતા. અમે ખૂબ શાંત હતા અને પોલીસ સાથે પાણી અને બિસ્કિટની આપલે કરતાં હતા. અને પોલીસ પણ અમારી સાથે મૈત્રીપૂર્ણ રીતે વર્તી રહી હતી, પરંતુ વીસીની સૂચના હેઠળ પોલીસે અમારી પર હુમલો કર્યો અને ઘાતકી લાઠીચાર્જ કર્યો હતો અને વીસીની સૂચનાથી અમારી ધરપકડ કરવામાં આવી અને નિર્દયતાથી અમને યાતના આપવામાં આવી અને પછી અમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવી રીતે વીસીએ પોલીસનો ઉપયોગ કરીને બદલો લીધો હતો.

તે એક ભયાનક ક્ષણ હતી જ્યારે પોલીસે મારો પીછો કર્યો હતો અને તેઓએ મને પકડી લીધો હતો. મને ખૂબ નિર્દયતાથી માર મારવામાં આવ્યો અને મને પોલીસ વાનમાં ઢસડી જવામાં આવ્યો હતો અને પોલીસ વાનમાં અમારા બધા પર ઘાતકી અને અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, અમને પોલીસનો ક્રૂર ચહેરો જોવા મળ્યો હતો. તેઓએ મારો મોબાઇલ અને ચશ્મા આંચકી લીધા હતા. જ્યારે મેં તેઓને વિનંતી કરી કે મને આંખમાં ગંભીર સમસ્યા છે માટે મને મારા ચશ્મા પાછા આપો, ત્યારે પોલીસે વિનંતીના પ્રતિભાવમાં મારી જમણી આંખ પર વાર કર્યો હતો અને મને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા, તેમના ચહેરા પર મને કોઈ દયાભાવના દેખાતી હતી. તેમની સતત મારપીટને કારણે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

પોલીસે અમારી સાથે ખૂબ ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેઓએ અમને પાકિસ્તાની આઇએસઆઇના એજન્ટ અને ટેકેદાર કહ્યા હતા અને અમને પાકિસ્તાન મોકલી દેવાની ધમકી આપી હતી. તેઓએ અમને રાષ્ટ્ર વિરોધી કહ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે અમેગૌમાંસ’” લવ કિસઉજવણી કરીએ છીએ અનેઅફઝલ ગુરૂઅનેયાકુબ મેમણને ટેકો આપીએ છીએ. પોલીસે અમારી માતાઓ અને બહેનો પર બળાત્કાર કરવાની અને તેમને અહીં લાવીને તેમના નગ્ન વીડિયો લેવા માટેની ધમકી પણ આપી હતી. તેઓએ અત્યંત ખરાબ ભાષામાં મહિલા વિરોધી અને લૈંગિકવાદી ટિપ્પણીઓ કરી હતી. તેઓએ યુનિવર્સિટીની અમારી સ્ત્રી મિત્રો પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી અને તેઓએ પ્રોફેસર કે વાય રત્નમ અને મૂસાને પણ માર્યા હતા. ઉપરાંત એક સ્વતંત્ર ફિલાન્સ પત્રકાર પણ તેમના અત્યાચારનો શિકાર બની હતી. તેઓએ દિવગત રોહિત વેમુલાની આત્માને પણ ગાળો કાઢી હતી. તેઓએ અન્ય ઘણા અપશબ્દો કહ્યા હતા અને એક દિવસની પોલીસ કસ્ટડીમાં ગંભીર કનડગત કર્યા પછી, અમને માનનીય મેજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા વિના અને તેમની પરવાનગી વગર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

હવે જેલમાં મને અનેક જાતના વિચારો આવી રહ્યા છે. જ્યારે મને ખબર પડી કે જે પ્રકારના આરોપી મારી સામે લગાડવામાં આવ્યા છે જાણીને મને આશ્ચર્ય થાય છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે જો આવા આરોપોનો સામનો કરવો પડતો હોય તો પછી આવા કિસ્સાઓમાં અમને શું ન્યાય મળશે ? હું મારી જાત માટે ભયભીત નથી પરંતુ મારા કુટુંબની મને ફિકર છે. તેઓને આશા છે કે હું તેમને ટેકો આર્પી શકીશ અને હું મને મળતી ફેલોશિપ મારા પરિવારને મોકલીને તેઓની મદદ કરતો હતો. પરંતુ કમનસીબે, છેલ્લા દસ મહિનાથી મને ફેલોશિપ મળી નથી. દસ મહિનાથી મારી ફેલોશિપની રાહ જોઈ રહ્યો છું અને હવે તો હું જેલમાં છું માટે જો મને મળશે તો પણ હું મારા પરિવારને નાણાં મોકલી નહીં શકું. મેં મારા પિતાને જણાવ્યું હતું કે મહિનાના અંતે તેઓને પૈસા મોકલીશ. પરંતુ હવે હું ક્યારે જેલમાંથી મુક્ત થઈશ મને ખબર નથી. મારા કુટુંબને હું શું જવાબ આપીશ.

અમને જેલમાં મોકલીને વીસી અમારી કારકિર્દી નષ્ટ કરવા માંગે છે કારણ કે એવો સમય છે કે મોટાભાગના વિદ્વાનો પરીક્ષા અને થીસીસ સમાપ્ત કરવા માટે તત્પર હોય છે. હું પણ ખૂબ મર્યાદિત સમયની અંદર મારી એમ ફિલની થીસીસ લખવાનું વિચારતો હતો અને હવે થોડા દિવસની અંદર મારે પીએચ.ડી. માટે અરજી કરવાનો સમય થઈ ગયો છે. જો હું મારી MPhilની થીસિસ સમાપ્ત કરવામાં નિષ્ફળ જઈશ અને પીએચ.ડીમાં પ્રવેશ નહીં મેળવું મારી ફેલોશિપ જપ્ત થશે અને હું એટલા માટે પણ ભયભીત છું કે મારી સામે પ્રકારના કેસને કારણે મને ભવિષ્યમાં નોકરી મેળવવામાં એક અંતરાય બની જશે. પોલીસની મદદથી વીસી અમને ખોટા કેસ દાખલ કરવાની ધમકી આપી રહ્યા છે અને તેઓ અમને ડરાવીને એવું વાતાવરણ ઊભું કરવા માંગે છે કે ભવિષ્યમાં અમે ફરીથી વીસી સામે અમે વિરોધ કરવાની હિંમત કરી શકીએ.

જેલમાં આવ્યા પછી અમે ખૂબ રસપ્રદ સમય વિતાવી રહ્યા છીએ. અમારી દૈનિક પ્રવૃત્તિઓ ભાગ તરીકે અમે ઘણા પુસ્તકો વાંચીએ છીએ. ક્યારેક અમે ગીતો ગાઇને અને કવિતાનું પઠન કરીએ છીએ. ઘણા લોકો તેઓની જેલમાં લાગણી વિશે લખવામાં વ્યસ્ત છે અને સૌથી સંપન્ન વસ્તુ છે કે અમારી સાથે અમારા બે શિક્ષકોની ધરપકડ કરવામાં આવી હતી એમની સાથે અમે ચર્ચાઓ કરીએ છીએ. અમે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ. અમે કોઈપણ ભેદભાવ અને પૂર્વગ્રહ વગર અમારા અનુભવો શેર કરી રહ્યા છીએ. જેલ અમારા માટે સાચી શૈક્ષણિક જગ્યા બની ગયું છે અને કમ સે કમ અમારી યુનિવર્સિટી કરતાં તો જગ્યા વધુ સારી છે. અમારા શિક્ષકો કે જેઓ અમારી સાથે છે તેઓ ખૂબ અદ્ભુત લોકો છે. તેઓ અમારી સાથે ખૂબ મૈત્રીપૂર્ણ રીતે વર્તે છે. તેઓ જેલમાં અમારા વાલીઓ જેવા છે. લોકશાહી જગ્યામાં અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો છે, પણ અને અમે એકબીજાને ખૂબ અનુકૂળ બનીને એકતા સાથે રહીએ છીએ.

જેલમાં, અમને હેરાન કરવામાં આવતા નથી પરંતુ અમે અહીં થોડોક ભેદભાવ જોઈને દુઃખી છીએ. જેલના સત્તાવાળાઓ અમને સારો ખોરાક આપે છે પરંતુ અન્ય કેદીઓને ખૂબ ખરાબ ખોરાક આપવામાં આવી રહ્યો છે. અહીંના કેદીઓ અમારા માટે એક વેતન આપતા મજૂરની જેમ કામ કરે છે. અમને દરેક કાર્ય કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે કારણ કે અમે રાજકીય કેદીઓ છીએ. પરંતુ બાદમાં અમે તેમને કહ્યું હતું કે અમે અમારા કામ જાતે કરી લેશું અને અમે અમારા માટે સફાઈ કામ કરીએ છીએ. અમને અન્ય લોકોની જેમ કતારમાં ઊભું રહેવું પડતું નથી. જ્યારે અન્ય કેદીઓને એવું કરવું પડે છે. અમને મળવા હંમેશા મુલાકાતીઓ આવતા રહે છે. અને મુલાકાતીઓ અમારા માટે ફળો અને અન્ય જરૂરી વસ્તુઓ લઈ આવે છે. અમારા જેવા વિશેષાધિકાર અન્ય કેદીઓને મળતા નથી. માટે અમે તેમની સાથે અમારા માટે આવેલ ફળો તેઓને પણ આપીએ છીએ, ભાગ્યે , તેઓની મુલાકાત માટે કોઈ આવે છે અને જેઓ તેઓને મળવા આવે છે તે તેમના માટે ફળો લઈ આવતા નથી કારણ કે અહીં મોટાભાગના કેદીઓ ગરીબ છે. અમે માત્ર સમાજમાં નહીં પણ જેલમાં પણ જાતિ ભેદભાવ જોઈ રહ્યા છીએ. દલિતોને તેમના ઉચ્ચ જાતિના સાથી કેદીઓ દ્વારા અથવા ઉપલા જાતિના જેલ સત્તાવાળાઓ દ્વારા ભેદભાવનો સામનો કરવો પડે છે. હું એક ઉચ્ચ જ્ઞાતિના માણસને મળ્યો હતો જે જેલમાં પણ જ્ઞાતિવાદનો પ્રચાર કરતાં હતા અને અમે પણ સાંભળ્યું છે કે ઉચ્ચ જાતિના જેલ સત્તાવાળાઓ, ખાસ કરીને રેડી સમુદાયના લોકો હંમેશા દલિતો પ્રત્યે ભેદભાવ રાખે છે અને તેમની જાતિરેડ્ડીના કેદીઓની તરફેણ કરે છે. ટૂંકી સમુદાયના કેદીઓને જેલમાં વધુ તકો અને પ્રમોશન મળે છે. તેઓને ખાસ ગણવામાં આવે છે. અહીં કેટલાક કેદીઓની સાથે સંપર્કમાં આવતા આપણે સમજી શકીએ છીએ કે તેઓ દલિતો છે, અને દલિત હોવા ઉપરાંત તેઓ ગરીબ પણ હોય છે. માટે તેઓને તો રાજકીય કે નાણાકીય આધાર મળે છે. મેં એક મોટી વયના કેદીને જેલમાં કામ કરતાં જોયા હતા. આમ, દલિતો માળખાકીય જાતિ ભેદભાવનો ભોગ બને છે.

એટલું નહીં, અમને અહીં મુસ્લિમોની દુર્દશા પણ જોવા મળી રહીં છે. અમે મુસ્લિમ કેદીઓ સાથે વાતચીત કરી તો અમને જાણવા મળ્યું કે કેવી રીતે તેઓને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે અમે તેમની કથાઓ સાંભળી હતી જેમાં તેઓ કહે છે કે તેઓ ટ્રાયલ હેઠળ લાંબા સમય સુધી કેદ સહન કરે છે. અનેક મુસ્લિમ યુવાનોની આતંકવાદ અને અન્ય ખોટા કેસના નામે ધરપકડ કરવામાં આવી છે. નિર્દોષ મુસ્લિમ યુવાનો માળખાકીય કાવતરાનો શિકાર બન્યા છે. જ્યારે અમે તેમને મળ્યા ત્યારે તેઓએ અમને તેમના પરિવારો અને સંબંધીઓ વિશે જણાવ્યું હતું. તેઓએ અમને જણાવ્યું કે તેમાના ઘણા નિર્દોષ છે અને તો પણ તેઓને ટ્રાયલના બહાના હેઠળ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ પૈકીનાં અમુક તો ચાર વર્ષ, કેટલાક વર્ષ, કેટલાક દસ, સોળ વર્ષ અને કેટલાક વીસ વર્ષથી જેલમાં સબડી રહ્યા છે. તેઓ આપણાં કાયદાની અન્યાયપૂર્ણ પ્રણાલીના શિકાર બન્યા છે. જાણે અમે એક નવા અને અલગ વિશ્વનો અનુભવ કરી રહ્યા છીએ. અને અમે નવી દુનિયામાં નવી નવી વસ્તુઓ શીખી રહ્યા છીએ.

હું મારા મિત્રોને વિનંતી કરૂં છું કે તેઓ મારા કુટુંબનો સંપર્ક કરે અને મારા પરિવારને કહે કે મેં કોઇ ગુનો કર્યો નથી, મે અન્યાય સામે અને અમારા મિત્ર રોહિત વેમુલાને ન્યાય આપવા માટે લડત આપી છે. હું રાષ્ટ્રને એક સરસ અને સુંદર જગ્યા બનાવવા માટે પ્રયત્ન કરૂં છું. હાલમાં હું જેલમાં છું. સાચે પીડાદાયક છે કે જેઓ ખરેખર રાષ્ટ્રનો વિકાસ કરીને તેને વધુ સારૂં બનાવવા માટે ફાળો આપવા માંગે છે તેઓ અન્યાયનો ભોગ બને છે અને જેઓ દેશમાં લૂંટ ચલાવે છે અને લોકોને મૂર્ખ બનાવે છે તેઓ વૈભવી જીવન માણી રહ્યા છે. હું મારા કુટુંબને કહેવા માંગુ છું કે હું હવે સ્વસ્થ છું અને આખરે તો સત્યની જીત થશે. મને દેશના બંધારણમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને હું તેને વફાદાર છું અને મને આશા છે કે અમે બધા નિર્દોષ સાબિત થશે.

હું મારી ત્રણ વર્ષની ભત્રીજીને ખૂબ યાદ કરૂં છું જે મને નાની લાલ કાર અને કપડાં લઈ આવવા માટે કહેતી હોય છે. હું ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થઈને ઘરે પાછો આવીશ અને હું મારી ભત્રીજીને મળીશ. હું મારા મિત્રોને વિનંતી કરૂં છું કે તેઓ મારા પરિવારને એવું કહે કે મને પોલીસ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કારણ કે મારી માતા સહન કરી શકશે નહીં. હું મારા એમ.ફિલના સુપરવાઇઝરને જાણ કરવા માંગું છું કે હાલમાં હું જેલમાં છું અને હું ચોક્કસ પાછો આવીશ અને મારી થીસીસ લખીશ. પરંતુ હું ભયભીત છું કારણ કે પોલીસ કસ્ટડીમાં કનડગત અને જેલમાં રહેવાના કારણે મારા મન પર ખૂબ નકારાત્મક અસર થઈ છે; અને હું માસિક આઘાતમાંથી પસાર થઇ રહ્યો છું. અને મને ખબર નથી કે કેવી રીતે અને કેટલી ઝડપથી હું આઘાતમાંથી બહાર આવી શકીશ.

અને છેલ્લે પરંતુ સૌથી અગત્યની વાતપ.. હું મારા દિવંગત મિત્ર રોહિત વેમુલાએઁ કહેવા માંગું છું કે હું તમારા માટે ન્યાય મેળવવા માટેની લડત ચાલુ રાખીશ. તમે અમને તુચ્છ અને ખતરનાક જાતિવાદ સામે લડવા માટે પ્રેરણા આપી છે અને માર્ગ બતાવ્યો છે. અમે અમારા સામૂહિક પ્રયાસથી સમાજમાં જ્ઞાતિવાદને જડમૂળથી ઉખેડી નાખવાના તમારા સ્વપ્નને પરિપૂર્ણ કરીશું. જ્યારે પણ હું આકાશમાં તારાઓ તરફ નજર કરીશ ત્યારે હું તમને યાદ કરીશ. હું તમારા ધ્યેય અને તમારી દ્રષ્ટિ અને સંઘર્ષને યાદ રાખીશ. તમે તમારૂ જીવન આપીને અમને જાતિવાદ સામે લડવા માટે ભાવના આપી છે. અમે તમારો સંઘર્ષ ચાલુ રાખીશું. કૃપા કરીને તમે હંમેશા અમારી એક આત્મા તરીકે સાથે રહેજો અને અમને પ્રેરણા આપતા રહેજો. રોહિત વેમુલા અમર રહો !                    (સૌ. : ટુ સર્કલ,નેટ)    

લી. મોહમ્મદ હસનુમા, ચેરલપલ્લી સેન્ટ્રલ જેલ, તારીખઃ ૨૫ માર્ચ, ૨૦૧૬.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.