સૌથી જલદી પુણ્ય આપનારૂં કાર્ય ઉપકાર અને દયા છે ; અને સૌથી જલદી પાપ આપનારૂં કાર્ય જુલ્મ અને નિર્દયતા છે. (હદીસ બોધ)
બોધ વચન
જે રાષ્ટ્ર મુકત વાણી આપી શકે નહિ, તેના જેટલું ગરીબ કોઈ રાષ્ટ્ર નથી. – ડેવિડ માઈનીયન
આજની આરસી
૨૦ નવેમ્બર બુધવાર ર૦૨૪
૧૭ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૩
ખત્મે ઝવાલ ૧૨-૨પ
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
તેરી રેહમતોંકા નઝૂલ હો,
મુઝે મહનતોંકા સિલા મિલે,
મુઝે માલ-ઓ-ઝર કી હવસ ન હો,
મુઝે બસ તૂ રિઝક-એ-હલાલ દે
અય અલ્લાહ, મારા પર તું કૃપા કર, દયા કર, કોઈ ઝર ઝવેરાતની ઈચ્છા નથી, મને હલાલની રોજી આપ અને મહેનતનો બદલો મને મળે એ જ દુઆ છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)