જે વસ્તુ સુધી તમારો હાથ પહોંચી ન શકે તેની ઈચ્છા ન કરો. (હદીસ બોધ)
બોધ વચન
મહાન કાર્યો શક્તિથી નહીં પરંતુ દૃઢતાથી થાય છે. -ટોમસ કુલર
આજની આરસી
૨૩ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૦ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૫
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૮
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખરદને કેહ ભી દિયા ‘લા ઈલાહા’તો કયા હાસિલ
દિલ-ઓ-નિગાહ મુસલમાં નહીં તો કુછ ભી નહીં
કલમો પઢી લેવું જ સાચા મુસલમાન માટે પૂરતું નથી. મુસલમાન માટેના ગુણો- એટલે કે ઈમાન, હલાલની કમાઈ, પાક રહેણીકરણી, વફાદારી, કુટુંબ તેમ જ સમાજ પ્રત્યેની ફરજ નિભાવવી, ગરીબ-લાચારની સેવા કરવી, શુદ્ધ આચાર-વિચાર સાથે ,પરવરદિગારની બંદગીના ગુણો હોવા જોઈએ. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)