Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૬૩. મહારાષ્ટ્રના મહાડ જિલ્લામાં ચોવડર તળાવ નામની ઐતિહાસિક જગ્યાએ પાણીના ઘૂંટ ભરવા માટે ૧૦ હજાર અસ્પૃશ્યોની કૂચ કરીને આંબેડકર ક્યારે ગયા હતા?

જવાબ-૬૩

૨૦ માર્ચ, ૧૯૨૭ના રોજ. (આ ઘટનાના બે કલાક બાદ કેટલાક હિન્દુઓએ એવી અફવા ફેલાવી કે અસ્પૃશ્યો હવે વીરેશ્વરના મંદિરને ‘પણ અભડાવવા’ વિચારી રહ્યા છે, અને હિન્દુઓના દેવ તથા ધર્મને મલિન કરી દેનાર છે, તેથી ઉતાવળે અને ઉશ્કેરાટમાંં દલિતોની બે-દિવસીય પરિષદમાં પલિતો મુકાયો અને મહાર જ્ઞાતિના લોકોની ઉપર ભારે ત્રાસ ગુજારાયો.)

સવાલ-૬૪

ભારતના એક સ્વાતંત્ર સેનાનીએ એક ભાષણમાં જણાવ્યું હતું કે, ‘ખરી રીતે કાયદો બને ત્યાં સુધી અહિંસક હોવો જોઈએ હિંસા જ્યારે આવશ્યક જ હોય ત્યારે જ જોગવાઈ કરી શકાય ?
આ વકતવ્ય કોણે આપ્યું હતું ?

(સૌજન્ય :KHOJEDU.NET)