Crime Diary

આણંદ શહેરની શાંતિને ડહોળવાનો કટ્ટરવાદી તત્ત્વોનો પ્રયાસ

આણંદના લોટિયા ભાગોળમાં હાડગુડના છ મુસ્લિમ યુવાનો પર હિચકારો હુમલો : વિસ્તારમાં તંગદિલી

લાંભવેલ રોડ પર ચા પીને પરત જતાં મુસ્લિમ યુવાનોની મોપેડને ઓવરટેક કરી બાઈક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી અન્ય યુવાનોને બોલાવી હાડગુડના યુવાનો પર લોખંડની પાઈપો, સળિયાઓ તથા લાકડીઓ સાથે તૂટી પડતાં એક યુવાનને ગંભીર ઈજા : ૭ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ

શહેરની શાંતિમાં પલીતો ચાંપવાની મેલી મુરાદ

આણંદ શહેર સહીત જિલ્લા ભરમાં શાંતી જળવાયેલી છે,ત્યારે કેટલાક કટ્ટરવાદી તત્વો આ શાંતીને છીન્ન ભીન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે,અને સાત જેટલા અજાણ્યા શખ્સોએ બાઈક કેવું ચલાવે છે તેમ કહી નજીવી બાબતે લાકડાનાં દંડા અને લોંખડનાં સળીયાઓ સાથે આવીને હાડગુડ ગામનાં યુવાનો પર હિચકારો હુમલો કરીને શહેરની શાંતીમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ઘટના બાદ દોડી આવેલા હાડગુડ ગામનાં યુવાનોએ પણ શાંતી જાળવીને આ તત્વોની મેલી મુરાદ બર આવવા દીધી ન હતી,તેમજ સોશિયલ મિડીયામાં પણ મુસ્લિમ સમાજનાં લોકો દ્વારા લોટીયા ભાગોળ વિસ્તારમાં મારામારીની ઘટના બની હોય તે વિસ્તારમાં નહી જવા માટેનાં મેસેજ વાયરલ કરી દેવામાં આવ્યા હતા.જેથી લોકો લોટીયા ભાગોળ વિસ્તારમાં જાય નહી,લોટીયા ભાગોળ વિસ્તારમાં દુધાધારીશા અને જમાલકમાલ શા પીરની દરગાહ અને કબ્રસ્તાન આવેલા હોઈ શબેબારાતની રાત્રીએ મુસ્લિમો દરગાહ અને કબ્રસ્તાનમાં આવે અને મામલો બિચકે તેવા ઈરાદાથી આ કૃત્ય કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,જો કે કોરોનાં ગાઈડ લાઇનને અનુસરીને મુસ્લિમોએ દરગાહ અને કબ્રસ્તાનમાં જવાનું ટાળીને ઘરમાંજ ઈબાદત કરી હતી, જેથી મોટું ઘર્ષણ થતા અટકી ગયું હતું.

(સંવાદદાતા દ્વારા)   આણંદ, તા.૨૯

આણંદ શહેરમાં લોટીયા ભાગોળ પેટ્રોલપંપ પાસે ગત રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાનાં સુમારે દ્વારકાધીશ હોટલમાં ચ્હા પીને હાડગુડ ગામે પરત જતા યુવાનોની એકટીવા મોપેડને ઓવરટેક કરી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી અન્ય યુવાનોને બોલાવીને લાકડીઓ અને લોંખડની પાઈપો અને સળીયા વડે હિચકારો હુમલો કરી છ જેટલા યુવાનોને માર મારી માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેમાં એક યુવાનને ગંભીર ઇજાઓ થતા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડેલ છે,જે બનાવને લઈને લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે તંગદીલી પ્રસરી જવા પામી હતી,આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે સાત અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર હાડગુડ ગામે સવા બે ફળીયામાં રહેતા સહેજાદઅલી એહમદઅલી સૈયદ ગત રાત્રીનાં સુમારે શબેબારાતનો તહેવાર હોઈ રાત્રીનાં સાડા દસ વાગ્યાનાં સુમારે પોતાનાં મિત્રો ઝુબેરઅલી કરામતઅલી સૈયદ, ફેજાનઅલી સબ્બીરઅલી સૈયદ, લાલુ સૈયદ, સમીરઅલી સૈયદ, શહદ સૈયદ, કામીલઅલી ઈમ્તીયાજઅલી સૈયદ, નેઅમતઅલી સૈયદ, સાજીદખાન સૈયદ, રઉફ સૈયદ સહીતનાં મોટરસાયકલો અને એકટીવા લઈને આણંદનાં લાંભવેલ રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં ચ્હા પીવા ગયા હતા અને ચ્હા પીને તેઓ રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાનાં સુમારે હાડગુડ ગામે પરત જઈ રહ્યા હતા ત્યારે શહેરમાં લોટીયા ભાગોળ પેટ્રોલપંપ પાસેથી પસાર થતી વખતે પાછળથી એકટીવા મોપેડ લઈ આવેલા અજાણ્યા યુવકે શહેજાદની મોટર સાઈકલની ઓવરટેક કરીને તું કેમનું ચલાવે છે, તેમ કહી ગાળો બોલતા શહેજાદએ ગાળો બોલવાની ના પાડતા એકટીવા મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ શહેજાદ અને પાછળ બેઠેલા ઝુબેરને લાફા મારી ગડદાપાટુનો માર માર્યો હતો,આ સમયે બાઈક લઈને તેમજ અન્ય રીતે બીજા પાંચ શખ્સોએ આવીને શહેજાદ અને ઝુબેર સાથે મારા મારી કરી માર માર્યો હતો, તેમજ આ દરમિયાન શહેજાદનાં અન્ય મિત્રો આવી જતા તેઓ શહેજાદ અને ઝુબેરને છોડાવવા વચ્ચે પડતા સાત અજાણ્યા શખ્સોએ લાકડાનાં દંડા,લોખંડની પાઈપો અને લોંખડનાં સળીયા વડે હુમલો કરી માર મારતા શહેજાદ અને ઝુબેર ગભરાઈને પોતાનું મોટર સાયકલ ત્યાંથી મુકીને ભાગી ગયા હતા અને ગામનાં શબ્બીરઅલી મંહમદઁઅલી સૈયદને ફોન કરતા શબ્બીરઅલી અને ઈકબાલઅલી આસીફઅલી સૈયદ આવી જતા તેઓ ઘટનાસ્થળે જતા સાતેય જણાએ ઈકબાલઅલી, મંહમદઝુબેર, શબ્બીરઅલી, સમીરઅલી અને સાજીદખાનને પણ લોખંડનાં સળીયા અને લાકડાનાં દંડા વડે માર મારી માથામાં કમરનાં ભાગે તેમજ હાથ પગમાં ઈજાઓ કરી હતી, સમયે હોબાળો થતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા, અને ટોળુ મોટું એકત્ર થઈ જતા સાત અજાણ્યા શખ્સોએ જો હવે આ બાજુ આવશો તો તમને જીવતા જવા નહી દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, ત્યારબાદ આ ઘટનામાં સમીરઅલી સૈયદને ગંભીર ઇજાઓ થઈ હોય અને સાજીદખાનને પણ વધારે ઈજાઓ થઈ હોય તેઓને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ઈકબાલઅલી, મહંમદ ઝુબેર અને શબ્બીરઅલીને આણંદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, તેમજ આ મારામારીમાં શહેજાદને પણ ડાબી આંખ પાસે ઈજા પહોંચી હતી, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે શહેજાદઅલી અહેમદઅલી સૈયદની ફરીયાદનાં આધારે મોટરસાયકલનં. જી.જે.૨૩ એડી ૬૧૪૩નાં ચાલક અને અન્ય છ અજાણ્યા શખ્સો સહીત સાત જણા વિરૂદ્ધ ઈપીકો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.