Downtrodden

ગોંડા ન્યુઝ : દલિત બાળકી પર બળાત્કારકરનાર આરોપીને ૧૦ વર્ષની કેદ

(એજન્સી) ગોંડા, તા.ર૪
કોર્ટે સગીર બાળકી પર બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી અને પોક્સો એક્ટ હેઠળ દોષિત આરોપીને ૧૦ વર્ષની કેદ અને ૨૧,૦૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી છે. ધનેપુર વિસ્તારની એક દલિત મહિલાએ ૩૦ મે ૨૦૧૭ના રોજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે રાજાપુર ગામનો રહેવાસી અમરનાથ વર્મા તેની ૧૪ વર્ષની સગીર પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપીને છ મહિનાથી બળાત્કાર કરી રહ્યો છે. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. તપાસમાં ગુનાના મજબૂત પુરાવા મળતા પોલીસે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલમાં ગુનાના પુરાવાના આધારે કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ (હ્લ્‌ઝ્ર નવીન) અને વિશેષ ન્યાયાધીશ (બળાત્કાર અને ર્ઁંઝ્રર્જીં એક્ટ) નમ્રતા અગ્રવાલે દોષિત આરોપી અમરનાથ વર્માને સજા સંભળાવી. કોર્ટના આદેશ મુજબ દંડની અડધી રકમ પીડિતને વળતર તરીકે આપવામાં આવશે.